Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વીમા કંપનીને

પોલીસીની પૂરેપૂરી રકમ ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનો હુકમ

રાજકોટઃ વીમા કંપનીને પોલીસીમાં લીધેલ પ્રીમીયમ પ્રમાણેની પર્સનલ એકસીડન્‍ટની પુરેપુરી ૨કમ ચુકવવા  ગ્રાહક તકરાર નીવારણ કમીશન દ્વારા હુકમ કરવામાં આવ્‍યો  છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા નરેન્‍દ્રસિંહ ચૈહાણના પુત્ર  કાર નં જી.જે.૦૩.કે.પી. ૭૮૭૫માં ઓક્‍યુપન્‍ટ તરીકે બેસી જતાં હતા ત્‍યારે ગુદ૨ણ ગામના પાટીયા પાસે કારનો અકસ્‍માત થયો  હતો. અને તેમાં બેસેલ ફરીયાદના પુત્ર યશનું અવસાન થયું હતુ. આથી ફરીયાદીએ બજાજ આલીયાન્‍ઝ જન.ઈન્‍સ્‍યુ. ફાં.મા કલેઈમ ફોર્મ ભરી અને પ્રીમીયમ પ્રમાણે મળવા પાત્ર ૨કમ રૂા.૧,૦૦,૦૦૦ ચુકવાની માગણી કરી હતી. પરંતુ વીમા કંપની દ્વારા ૨કમ ન ચુકવતાં ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ મા૨ફત રાજકોટના ગ્રાહક તકરા૨ નીવારણ કમીશન(મુખ્‍ય)માં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં ૨ાજકોટના ગ્રાહક તક૨ા૨ નીવારણ કમીશન(મુખ્‍ય)ના જજ  પી.સી.રાવલ દ્વારા વીમા કંપનીને તેઓએ લીધેલ પી.એના પ્રીમીયમ પ્રમાણે થતી રકમ રૂપિયા એક લાખ ૬ ટકા વ્‍યાજ તથા ખર્ચ ફ૨ીયાદની દાખલ તારીખથી ચુકવણું થતાં સુધી ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવ્‍યો છે.

 આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ એડવોકેટ  મૌલિક એ. જોષી અને એસ જી.બાવીસી રોકાયા હતાં

(4:39 pm IST)