Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નકલી દારૂ બનાવવાની ફેકટરીમાં ઝડપાયેલા બે શખ્‍સોને જામીન

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ પર આવેલ સાત હનુમાન નજીક શેડમાં એસએમસીએ દરોડો પાડી નકલી દારૂ બનાવવાની ફેકટરીમાં  ઝડપાયેલા બે શખ્‍સોની અદાલતે જામીન અરજી મંજૂર કરી છે. શહેરમાં વિદેશી દારૂનો જથ્‍થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે માલિયાસણ ચોકડી પાસે સ્‍ટેટ મોનિટરિંગ વોચમાં હતા. ત્‍યારે શંકાસ્‍પદ હાલતમાં નીકળેલા ટેમ્‍પોનો  પીછો કરી જે ટેમ્‍પો સાત હનુમાન નજીક આવેલ શેડમાં  શંકાસ્‍પદ જથ્‍થાની હેરાફેરી કરતા તલાસી લેતા સ્‍પિરિટ ભરેલા કેરબા મળી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબજે કરી  લાલજી માવજી બારૈયા અને નયન રવજી મુડીયા સહિત બંને શખ્‍સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા.

 હાલ જેલ હવાલે રહેલા લાલજી બારૈયા અને નયન મુડીયા જામીનપર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્‍યાને લઇ ન્‍યાયધીશે બંને શખ્‍સોને જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

બંને આરોપી વતી યુવા એડવોકેટ રમજાન આગરીયા ,વિજય બાવળીયા અને વનરાજ ગોહેલ રોકાયા હતા

(4:39 pm IST)