Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

માંડાડુંગર માધવ વાટીકામાં લગ્નપ્રસંગમાં રાત્રે સાઉન્‍ડ સીસ્‍ટમ વગાડનારા સંચાલક સામે ગુનો

આજીડેમ પોલીસ સાઉન્‍ડ સીસ્‍ટમના સંચાલક રમેશ સરીયા સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ,તા. ૧૬ : માંડાડુંગરમાં માધવવાટીકામાં લગ્નપ્રસંગમાં મોડી રાત્રે મોટા અવાજે સાઉન્‍ડ સીસ્‍ટમ વગાડી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પી.સી.આર વાનના ઇન્‍ચાર્જ ચંદ્રપાલભાઇ બરાળીયા અને સુનીલભાઇ મકવાણા રાત્રે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે માધવ વાટીકામાં માઇક ચાલુ છે. તેવો પોલીસ કંટ્રોલમાંથી કોલ આવતા પોતે તાકીદે માધવ વાટીકા શેરી નં. ૨માં પહોંચતા ત્‍યાં લગ્નપ્રસંગ હોય અને મોટા અવાજે સાઉન્‍ડ સીસ્‍ટમ ચાલુ વગાડતા હોય જેથી ત્‍યાં જઇ સાઉન્‍ડ સીસ્‍ટમ બંધ કરાવી સાઉન્‍ડ સીસ્‍ટમના માલીક રમેશ ગોવિંદભાઇ સરીયા (રહે.ગંજીવાડા શેરી નં. ૭૯) સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી રૂા. ૯૩૦૦ની સાઉન્‍ડ સીસ્‍ટમ કબ્‍જે કરી હતી.

(4:41 pm IST)