Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રેલનગર અવધ પાર્ક પાસે નશો કરેલી હાલતમાં ત્રણ પકડાયા

ઉપલેટાના મિલન જેઠવા, કિરીટ ચુડાસમા અને મુંબઇના સંજય ગન્‍નાર સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: શહેરના રેલનગર એંસી ફૂટ રોડ પર અવધ પાર્ક પાસે પ્ર.નગર પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન ઉપલેટાના બે અને એક મુંબઇના શખ્‍સને નશો કરેલી હાલતમાં પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ રેલનગર એંસી ફૂટ રોડ પર પ્ર.નગર પોલીસ મથકના કોન્‍સ. ભાવેશભાઇ તથા કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમાં સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે અવધ પાર્ક પાસેથી મિલન નરશીભાઇ ઉર્ફે અશોકભાઇ જેઠવા (રહે. ઉપલેટા વાલ્‍મીકી સોસાયટી શેરી નં. ર), સંજય વિનુભાઇ ગન્‍નાર (રહે. ભીવન્‍ડી, બી.એમ.સી. કોલોની મુંબઇ) અને કિરીટ કનુભાઇ ચુડાસમા (રહે. ઉપલેટા પાર્થ બોર્ડીંગની સામે) ને નશો કરેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:41 pm IST)