Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સ્‍પીડબ્રેકર ઉપરથી બાઇક ચલાવવા બાબતે સુનીલભાઇ પર ધારીયાથી હુમલો

ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે બનાવ : અનીરૂધ્‍ધસિંહ ઉર્ફે કાનો તેની પત્‍ની રૂબીના સામે ગુનો

રાજકોટ,તા. ૧૬ : રૈયા રોડ પર ધરમનગર આવાસ યોજનાના કવાર્ટર પાસે સ્‍પીડબ્રેકર ઉપરથી બાઇક ચલાવવાની ના પાડી દંપતીએ યુવાન સાથે ઝઘડો કરી ધારીયાથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે ૧૩ માળીયા કવાર્ટર નં. ૭૦૪માં રહેતા સુનીલભાઇ મહેન્‍દ્રભાઇ ધામેચીયા (ઉવ.૪૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ધરમનગર આવાસ યોજના શેરી નં.૪ના અનીરૂધ્‍ધ સિંહ ઉર્ફે કાનો દરબાર અને તેની પત્‍ની રૂબીના સામે ફરિયાદ નોંધાવી છે. સુનીલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગઇ કાલે પોતે મિત્ર પરેશભાઇ પુનાભાઇ ડાભી બંને પરેશભાઇના બાઇક પર ઘરેથી નીકળી ધરમનગરમાં સાંઇબાબાના મંદિરે જવા માટે નીકળ્‍યા હતા.

તે વખતે રસ્‍તામાં ધરમનગરના કવાર્ટરની સામે ચાર નંબરની શેરી વાળો બંધ રોડ પાસે પહોંચતા ત્‍યાં સ્‍પીડ બ્રેકર બનાવેલ હોય જેથી સ્‍પીડબ્રેકર પાસેની સાઇડમાં રહેલ જગ્‍યામાંથી જવા જતા ત્‍યાં રહેતો કાનો અને તેની પત્‍ની રૂબીના બંને આવીને કહેવા લાગેલ કે હું અહીં નવું સ્‍પીડ બ્રેકર બનાવેલ છે અહીંથી નીકળવાનું નહીં' તેમ કહેતા પોતે કહેલ કે કંઇ વાધાંે નહીં બીજી વખત અહીંથી નીકળીશું નહીં તેમ કહી પોતે જતા હતા તેવામાં કાનાએ પોતાને ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા બંને ઉશ્‍કેરાય જઇ પોતાની સાથે ઝઘડો કરી બંનેને મારમાર્યો હતો. બાદ કાનાને ઘર પાસેથી ધારીયુ લઇને આવી પોતાના પર હુમલો કર્યો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થતા બંને ત્‍યાંથી ભાગી ગયા હતા. બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હેડ કોન્‍સ. એમ.એસ. મકવાણાએ સુનીલભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે રીક્ષા ચાલક પર હુમલો

કુવાડવા ગામમાં રહેતા હુસેન નાશીરભાઇ પઠાણ (ઉવ.૨૩) પરમ દિવસે અર્ટીગા કાર લઇને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ઉભો હતો. ત્‍યારે અગાઉ ભરત ગમારાની અર્ટીગા કાર ચલાવતા અવીનાશ રાણાભાઇ પરમાર સાથે પેસેન્‍જર ભરવા બાબતે ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી અર્ટીગા કારના માલીક ભરત ગમારાએ આવી ગળુ પકડી ગાળો આપી ધોકા વડે મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ભરત ગમારાઓ જતા જતા કહેલ કે હવે કયારેય મારા ડ્રાઇવર અવિનાશ સાથે હોંશીયારી કરીશ કે પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ.' ધમકી આપી નાશી ગયો હતો. આ અંગે હુસેન પઠાણે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એચ.જે.જોગડાએ તપાસ હાથ ધરી છે.

(4:43 pm IST)