Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ભાણેજ વહુને ૧ વર્ષની કેદ અને ૨ લાખ વળતર ચુકવવા હુકમ

રાજકોટઃ મામીજી સાસુને ચુકવણી માટે આપેલો રૂ.૨ લાખનો ચેક પરત ફરવાના ગુનામાં ભાણેજ વહુને કોર્ટે ૧ વર્ષની સાદી કેદ અને ફરીયાદીને રૂા.૨ લાખ વળતર એક માસમા ન ચકવે તો વધું ૩ માસની સજાનો હુકમ ફરમાવ્‍યો છે.

આ કેસની હકીકત મુજબ ફરિયાદી મંજુલાબેન હિતેષભાઈ ટાંકે આરોપી લતાબેન પરેશભાઈ ગોરવાડીયાને સબંધના નાતે ચાર વર્ષ પહેલાં વગર વ્‍યાજે રૂા.૨ લાખ હાથ ઉછીના આપ્‍યા હતા.  આરોપીએ ચેક આપ્‍યો હતો. લેણી રકમ ચુકવવા આરોપીએ આપેલો ચેક રીટર્ન થતા ફરીયાદી  મંજુલાબેન ટાંકે પોતાના વકીલ મારફત પાઠવેલી  નોટીસનો યોગ્‍ય જવાબ કે ચેક મુજબની રકમ ચુકવવા દરકાર નહી કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી  દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના ૧૭ માં અધિક ચીફ જયડી. મેજીસ્‍ટ્રેટ એમ.પી.ડેરે આરોપી લતાબેન પરેશભાઈ ગોરવાડીયાને ૧ વર્ષની સાદી કેદ અને ફરીયાદીને રૂા.૨ લાખ વળતર એક માસમા ન ચકવે તો વધું ૩ માસની સજાનો હુકમ ફરમાવ્‍યો છે.

 આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, કેવીન એમ. ભંડેરી અને નરેન્‍દ્ર એમ. બાવડીયા રોકાયા હતા.

(4:46 pm IST)