Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વિરાટ સોમયજ્ઞની ભવ્‍ય-દિવ્‍ય-જાજરમાન કળશ શોભાયાત્રા નિકળી

રાજકોટ ખાતે ભકિતભાવનો દરીયો : હજજારો વૈશ્ણવજન-ભાવિકો વાજતે-ગાજતે શ્રધ્ધાપૂર્વક શોભાયાત્રામાં જાડાયાઃ વિશાળ ડોમમાં સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ મહાયજ્ઞનો મંગલમય પ્રારંભઃ પદ્મભૂષણ સોમયજ્ઞ સમ્રાટ ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજશ્રી (ઇન્દોર), પૂ. ડો. શ્રી વ્રજાત્સવજી મહોદયશ્રી, પૂ. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાશ્રીની નિશ્રામાં ર૧ ફેબ્રુઆરી સુધી અલૌકીક આયોજનઃ સોમયજ્ઞ સમિતિના પ્રમુખ રાજૂભાઇ પોબારૂ તથા સંયોજક કલ્પેશભાઇ પલાણ સહિતની ટીમનું અદ્્ભૂત આયોજન

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ ખાતે શ્રી વલ્લભાચાર્ય નગર, સ્‍વામીનારાયણ મંદિર સામે, માધાપર ચોકડી પહેલા, જામનગર રોડ, ઉપર તા. ૧૬ થી ર૧ ફેબ્રુઆરી, સવારે ૯ વાગ્‍યાથી રાત્રે ૮ વાગ્‍યા સુધી શ્રી વિરાટ વાજપેય મહાસોમયાગ મહોત્‍સ્‍વ તથા શ્રી વિષ્‍ણુગોપાલ મહાયાગનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્‍યું છે. જેની વિશાળ - ભવ્‍ય - દિવ્‍ય - જાજરમાન કળશ શોભાયાત્રા ગઇકાલે નિકળી હતી. જેને ભારે આકર્ષણ જમાવ્‍યું હતું.

હજજારો વૈશ્‍ણવજન ભાવિકો વાજતે --ગાજતે શ્રધ્‍ધાપૂર્વક આ શોભાયાત્રામાં જોડાયા હતાં. શણગારેલા રથ સહિતના સેંકડો વાહનો પણ કળશ શોભાયાત્રામાં સામેલ હતાં. કળશ શોભાયાત્રા સાથે રજવાડી - વિશાળ ડોમમાં વિરાટ સોમયજ્ઞ અને વિષ્‍ણુગોપાલ મહાયજ્ઞનો મંગલમય પ્રારંભ થયો હતો.

પદ્મશ્રી, પદ્મભૂષણ, સોમયજ્ઞ સમ્રાટ જે. પી.  સોમયાજી દીક્ષિત પ.પૂ. ગો. ડો. શ્રી ગોકુલોત્‍સવજી મહારાજશ્રી (ઇન્‍દોર), સોમયજ્ઞ સમ્રાટ પૂ. પા. ગો. ડો. શ્રી વ્રજોત્‍સવજી મહોદય શ્રી, પૂ. પા. ગો. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાશ્રીની પવિત્ર નિશ્રામાં તા. ર૧ ફેબ્રુઆરી સુધી વિરાટ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. સોમયજ્ઞ સમિતિના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ તથા સંયોજક શ્રી કલ્‍પેશભાઇ પલાણ સહિતની ટીમ દ્વારા અલૌકીક સોમયજ્ઞનું અદ્‌્‌ભુત આયોજન કરવામાં આવ્‍યું છે.

સોમયજ્ઞમાં મહાપ્રસાદના મુખ્‍ય મનોરથી તરીકે શ્રીમતી મંજૂલાબેન લક્ષ્મીદાસભાઇ  પુજારા પુણ્‍યનું ભાવું બાંધી રહ્યા છે. મુખ્‍ય મનોરથી તરીકે ગો. વા. પ્રભુદાસભાઇ મુળજીભાઇ પોબારૂ પરિવાર ગો. વા. હરીશભાઇ દામોદરભાઇ પલાણ પરિવાર તથા ગં. સ્‍વ. પ્રભાબેન જયંતિલાલ લાખાણી પરિવાર પુણ્‍યનું ભાથું બાંધશે.

ઢોલ શરણાઇના સૂર સાથે ભજન મંડળીના સંગાથે નાચ-ગાન સાથે શ્રધ્‍ધાપૂર્વક નિકળેલ શોભાયાત્રામાં પૂ. ડો. શ્રી ગોકુલોત્‍સવજી મહારાજ તથા પૂ. ડો. શ્રી વ્રજોત્‍સવજી મહોદયશ્રીને શણગારેલી બગીમાં બિરાજમાન કરવામાં આવ્‍યા હતાં. કળશ શોભાયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ - વૈષ્‍ણવજનો ઉપસ્‍થિત રહ્યા હતાં. જેમાં રાજૂભાઇ પોબારૂ તથા સ્‍નેહાબેન પોબારૂ, સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા, કલ્‍પેશભાઇ પલાણ, શ્રુતિબેન પલાણ, હંસાબેન પલાણ, બિપીનભાઇ પલાણ, છબીલભાઇ પોબારૂ, હરીશભાઇ લાખાણી તથા મીનાબેન લાખાણી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતી મંજૂલાબેન લક્ષ્મીદાસભાઇ પુજાર, યોગેશભાઇ પુજારા તથા રીટાબેન પુજારા અશ્વિનભાઇ વિઠ્ઠલાણી, ધવલભાઇ ખખ્‍ખર, સિધ્‍ધાર્થભાઇ તથા દિશીતભાઇ પોબારૂ, પીન્‍ટુભાઇ રાચ્‍છ, રીટાબેન જોબનપુત્રા-કોટક, અરવિંદભાઇ પાટડીયા, મેહુલભાઇ ભગત, સાગરભાઇ તન્‍ના, ધવલભાઇ કારીયા, ભુપેન્‍દ્રભાઇ કોટક, પ્રદીપભાઇ સચદેવ, ધીરૂભાઇ માંડલીયા, હસુભાઇ પાટડીયા, નિશાબેન રાણપરા, નેહાબેન ધાનક, ગીતાબેન ખેરડીયા, અલ્‍કાબેન લાલ, રીટાબેન સેજપાલ, ખ્‍યાતિબેન રતનધાયરા,  હીનાબેન બગડાઇ, અશોકભાઇ હિન્‍ડોચા વિગેરેનો સમાવેશ થતો હતો.

વિશાળ કળશ શોભાયાત્રાનો યજ્ઞશાળાની અંદર પ્રવેશ થયા બાદ પૂ. બાવાશ્રીએ સર્વે વૈશ્‍ણવોને પોતાની વાણીમાં તરબોળ કર્યા હતા અને પવિત્ર વાતાવરણમાં સૌ કોઇ મંત્રમુગ્‍ધ બની ગયા હતાં. ઉપસ્‍થિત સર્વે વૈષ્‍ણવજનોએ પ્રસાદ લઇને ધન્‍યતા અનુભવી હતી.

(4:49 pm IST)