Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ધો. ૧૦માં સ્‍ટાન્‍ડર્ડ ગણિત વિષયનું પ્રશ્નપત્ર

રાજકોટ શહેર-જિલ્લામાં કુલ ૬ હજાર પરીક્ષાર્થીઓ

રાજકોટ તા. ૧૬ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે. આજે ધો. ૧૦માં સ્‍ટાન્‍ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર છે તો ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ઇતિહાસ અને આંકડાશાષા તો ધો. ૧૨ સાયન્‍સમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે આગળ ચાલી રહી છે. આજે ધો. ૧૦માં સ્‍ટાન્‍ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર હોય આજે રાજકોટ શહેર - જિલ્લામાં ૬ હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચેકીંગ સ્‍કવોડ કેટલાક કેન્‍દ્રો ઉપર નિરીક્ષણ કરી રહ્યું છે.

(4:41 pm IST)