Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કોઠારીયા રોડ અને કટારીયા ચોકડીએ ટ્રાફિક ડ્રાઇવઃ ૩૬૨ કેસ કરી ૧.૯૮ લાખનો દંડ વસુલાયો

ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી અને ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ ડ્રાઇવ વાહન ચેકીંગ ડ્રાઇવ અંતર્ગત ગત સાંજે કોઠારીયા રોડ ચોકડી અને કટારીયા ચોકડી ખાતે વાહન ચેકીંગ કરવામાં આવ્‍યા હતાં. જેમાં બંને પોઇન્‍ટ પર કુલ ૩૬૨ એનસી કેસ કરી રૂા. ૧,૯૮,૮૦૦નો દંડ વસુલ કરાયો હતો અને ૧૧ વાહનો ડિટેઇન કરાયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની સુચના અનુસાર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને ટીમોએ આ કામગીરી કરી હતી.

(2:40 pm IST)