Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

લેન્‍ડ ગ્રેબીંગ કમિટિ : ૬ કેસમાં ફોજદારી કરાશે

૩૪ કેસો રજૂ કરાયા : ૧૯ કેસો દફતરે લેવાયા : ૯ કેસો પેન્‍ડીંગ

રાજકોટ તા. ૧૬ : આજરોજ રાજકોટ જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા લેન્‍ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૪ કેસો પૈકી રાજકોટ શહેરના ૬ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

 ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ-૨૦૨૦ અન્‍વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી ૧૯ કેસો દફતરે કરવામાં આવ્‍યા હતા. તથા ૯ કેસો પેન્‍ડિંગ રાખવામાં આવ્‍યા હતા.

આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર,  ડી.સી.પી. સજ્જન સિંહ પરમાર, એસ. પી. જયપાલસિંહ રાઠૌર, પ્રાંત અધિકારીઓ સર્વે સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે. જી.ચૌધરી, વિવેક ટાંક, શ્રી જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:51 pm IST)