Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ડોકટરની હત્‍યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૬ : ડોકટરની હત્‍યાની કોશીષના આઇ.પી.સી. કલમ ૩૦૭ના ગુનામાં અધ્‍યક્ષને આરોપીના જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, ફરિયાદી મિતેશભાઇ સોલંકીના મોટાબાપુ હિતુભાઇ ઉર્ફે ધર્મેશભાઇ રજનીભાઇ સોલંકી પાસે જનકભાઇ કાળુભાઇ વિકમાએ ઉછીના પૈસા માંગતા જે ન આપતા તેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીની દુકાન પાસે  ફરીયાદીના મોટાબાપુને ગાડીમાં બેસી જવાનું કહીને ઉપાડી જવાની કોશિષ કરી બોલાચાલી કરી ઝગડો કરી ઢીકા પાટુનો માર મારતા ફરિયાદી ડોકટરની પ્રેકટીસ કરતા મહિનેશ ઉર્ફે કાનો કાળુભાઇ સોલંકી વચમા છોડાવવા પડતા જનકભાઇ વિકમા પાસે રહેલ છરી વડે છાતીના ભાગે જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોશીષ કરી છાતીના ભેગથી લોહી નીકળવા લાગતા સાહેદ યશરાજભાઇ સોલંકી છોડાવવા વચમા પડતા તેના હાથના આંગળીઓમા છરી વડે હુમલો કરતા કુવાડવા પોલીસ સ્‍ટેશન રાજકોટ દ્વારા જનકભાઇ કાળુભાઇ વિકમા વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબનો ગુન્‍હો દાખલ કરી પુરતો પુરાવો હોય આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ કોર્ટમા રજુ કરેલ હતું.

આ ગુનામાં આરોપી જનકભાઇ કાળુભાઇ વિકમાએ જામીન અરજી કરતા મેડીકલ એવીડન્‍સ અને ઇજાનો પ્રકાર તેમજ બનાવની હકીકત તથા સાહેદોના નિવેદનો અંગેના ચાર્જશીટના પુરાવા અંગેની એડવોકેટ સમીર કે છાયાની દલીલોને ધ્‍યાને લઇ ના. કોર્ટ દ્વારા અરજદાર/આરોપી જનકભાઇ કાળુભાઇ વિકમાને કુવાડવા પોલીસ સ્‍ટેશન ના આઇ.પી.સી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબના ગુન્‍હામા જામીન ઉપર મુક્‍ત કરવા હુકમ ફરમાવેલ છે. અરજદાર તરફે સમીર કે, છાયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા

(2:52 pm IST)