Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સાંઢીયા પૂલની નવી ડીઝાઇન તપાસવા રેલ્‍વેએ મનપા પાસે ૧ર લાખ માંગ્‍યા

હદ કર દી આપને... : આ રકમ ભર્યા બાદ મુંબઇ હેડકવાટરથી મંજુરી મળ્‍યે તુરંત ટેન્‍ડર પ્રકિયાઃ નવી ડીઝાઇનમાં પુલની ઉંચાઇમાં ર.૪પ મીટર અને લંબાઇમાં ૧૦૦ મીટરનો ઘટાડો કરાયોઃ તંત્રના ૧૦ કરોડ બચશે

રાજકોટ તા. ૬ : શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ૪૪ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવાશે. આ બ્રીજની નવી ડીઝાઇન તૈયાર કરી રેલ્‍વેમાં રજુ કરવામાં આવી છે. રેલ્‍વેની મંજુરી મળીને જતા  ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ ડિઝાઇનની ચેકીંગ ફી પેટે મનપાને રૂા.૧ર લાખ ચૂકવવા રેલ્‍વે તંત્રએ જણાવ્‍યું હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું.

મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહીં આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ છે. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ આ બ્રીજને જોખમી જાહેર કર્યો છે. પરંતુ સરકાર અને કોર્પો.એ ઉપયોગ માટે કોઇ જોખમ નહીં હોવાનું કહ્યું હતું અને સરળતાથી વાહન વ્‍યવહાર પસાર થઇ રહ્યો હતો.

દરમ્‍યાન આ બ્રીજના નવનિર્માણની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. ૪૪ કરોડના ખર્ચે આ પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરવાની વિચારણા છે. આ માટેનો ડીપીઆર રેલ્‍વેમાં મોકલાયો હતો. હાલ બ્રીજની પહોળાઇ ૮ મીટર છે તે ૬.૨૫ મીટર કરવામાં આવશે. તો બ્રીજની લંબાઇ ૬૧૦ મીટર કરવામાં આવશે. રેલવે સાથે પણ સંકલન કરવાનું થશે.

હાલ  આ ડિઝાઇન રેલ્‍વેમાં મોકલવામાં આવી છે. તે અંગે રેલ્‍વે તંત્ર દ્વારા ડીઝાઇન ચેકીંગ પેટે રૂા.૧ર લાખ ભરવા મનપાને જણાવાયું છે

આ રકમ ભર્યા બાદ મુંબઇ હેડ કવાટરથી મંજુરી મળ્‍યે તુરંત ટેન્‍ડર પ્રક્રિયા મનપા દ્વારા હાથ ધરાશે.

(3:29 pm IST)