Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ભુદેવ સેવા સમિતિ દ્વારા અલ્‍ટ્રામોર્ડન હાઇટેક પરિચય મેળાવડાનું આયોજન

રાજકોટ તા. ૧૬ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં બે વખત પરિચય સંમેલનની સફળતા બાદ હવે ગુજરાત વ્‍યાપી તૃતિય પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેના ફોર્મ ૨૫ એપ્રિલ સુધી ભરી શકાશે. ગુજરાત ઉપરાંત અન્‍ય રાજયો અને પરદેશના સેન્‍ટરોમાંથી મળી લગભગ ૨૫૦૦ જેટલા ઉમેદવારો ભાગ લ્‍યે તેવી ધારણા સેવવામાં આવી હોવાનું સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે.

આ એક અલ્‍ટ્રામોર્ડન હાઇટેક પરિચય મેળાવડામાં ભાગ લેવા માટે ભૂદેવ સેવા સમિતિના કાર્યાલય, ૨૧૫-૨૧૬, ગોલ્‍ડન પ્‍લાઝા, ટાગોર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા નિરજ ભટ્ટ મો.૮૮૬૬૯ ૯૦૫૧૮, પારૂલબેન વ્‍યાસ મો.૯૪૨૯૪ ૮૭૭૫૯ નો સંપર્ક કરી શકાશે. તેમ તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:51 pm IST)