Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પાણી અંગે દેકારો શરૂઃ રાજકોટ તાલુકાની ૪ સહિત ૬ ગામમાં પાણીના ટેન્‍કર શરૂ કરાવતા કલેકટરઃ ડેમોમાં સિંચાઇ માટે ૩૩ ટકા પાણી..

રાજકોટ શહેર-જીલ્લામાં પાણીની સ્‍થિતિ અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે જીલ્લાના ૬ ગામોમાં પાણીના ટેન્‍કરોના ફેરા શરૂ કરી દેવાયા છેઃ જેમાં રાજકોટ તાલુકાના-૪, વીછિંયાનું-૧ અને બામણબોરનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે બામણબોરનો પાણી પ્રશ્ન ટુંકમાં હલ થશે..ત્‍યાં મોટો સમ્‍પ બની રહ્યો છે. ડેમોની સ્‍થિતિ જોઇએ તો હાલ રાજકોટ જીલ્લાના ડેમોમાં ખેતી માટે ૩૩ ટકા પાણી ઉપબ્‍ધ છે.

(3:56 pm IST)