Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

‘સૂર સંગમ' દ્વારા ફિલ્‍મ-ગીત સ્‍પર્ધા

રાજકોટઃ સૂર સંગમ મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા ઓપન રાજકોટ ફિલ્‍મી ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ સ્‍પર્ધા કરાઓકે ટ્રેક ઉપર માત્ર ફિલ્‍મી ગીત ગાવા માટેની છે. ઉભરતા ગાયકોની પાંગરતી પ્રતિભાને બહાર લાવવાનો સંસ્‍થાનો હેતુ છે. સ્‍પર્ધામાં ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ ભાઇ/ બહેન ભાગ લઇ શકશે. સ્‍પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને સંસ્‍થા તરફથી રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. વિશેષ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખશ્રી સુરેશભાઇ વ્‍યાસ(મો.૮૭૮૦૮ ૦૮૨૬૩)નો સંપર્ક કરવો.

(3:56 pm IST)