Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પત્રકારિત્‍વ સહિત અનેક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર નાગરિકો - અધિકારીઓ માટે ગુજરાત ગરિમા એવોર્ડ

૩૧ માર્ચ પહેલા કલેકટરને અરજી મોકલવાની રહેશેઃ કલેકટર ૧૫ એપ્રિલ પહેલા GADને મોકલશે

રાજકોટ તા. ૧૬ : પત્રકારિત્‍વ સહિત એક ડઝનથી વધુ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર લોકો, નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ માટે રાજ્‍ય સરકારે ગુજરાત ગરિમા એવોર્ડની જાહેરાત કરી છે અને આ માટે દરેક જિલ્લા કલેકટર મારફત નામો મંગાવ્‍યા છે.

કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે, ૩૧ માર્ચ પહેલા કલેકટર સમક્ષ અરજી મોકલવાની રહેશે, બાદમાં અહીંથી સ્‍કૂટીની કરી ૧૫ એપ્રિલ પહેલા અમે GADમાં મોકલી આપશું. બાદમાં ત્‍યાં સ્‍કુટીની થયા બાદ સરકાર જે તે વ્‍યકિતને એવોર્ડ જાહેર કરશે. આ એવોર્ડ સમાજસેવા, વિજ્ઞાન, એન્‍જીનિયરીંગ, તબીબી, સાહિત્‍ય, શિક્ષણ, પત્રકારત્‍વ, માનવ અધિકાર સુરક્ષા, વન-પર્યાવરણ કૃષિ, ઉદ્યોગ વિગેરે ક્ષેત્રમાં વિશિષ્‍ટ યોગદાન આપનારને અપાશે.

(4:52 pm IST)