Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રાજકોટથી મુંબઇ, દિલ્‍હી, ગોવાની બંધ થનાર ફલાઇટના બદલે નવી ફલાઇટ ચાલુ કરો

મોહનભાઇ સહિત ૪ સાંસદોની કેન્‍દ્રીય મંત્રીને રજુઆતસાંઢિયા પુલના પ્રશ્ને રેલ મંત્રીને રજુઆતઃ ઓખા-દહેરાદુન ટ્રેન અઠવાડિયામાં ૩ વખત દોડાવવા અને વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની માંગણી

સૌરાષ્‍ટ્રના સાંસદો મોહનભાઇ કુંડારીયા (રાજકોટ) રાજેષ ચૂડાસમા (જુનાગઢ), નારણભાઇ કાછડીયા (અમરેલી) અને રામભાઇ મોકરીયા (રાજયસભા) આજે કેન્‍દ્રીય નાગરીક ઉડયન મંત્રી જયોતિ રાદિત્‍ય સિંધિયાને મળેલા તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૬ : આજે સૌરાષ્‍ટ્રના સાંસદો મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, રાજેષ ચૂડાસમાં, નારણભાઇ કાછડિયા, વગેરેએ કેન્‍દ્રીય મંત્રીઓને મળી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા રેલ અને હવાઇ સુવિધાના પ્રશ્નોની રજુઆત કરેલ તેની હકારાત્‍મક પ્રતિસાદ મળ્‍યો હતો.

સાંસદોએ રાજકોટ-બોમ્‍બે, રાજકોટ, દિલ્‍હી અને રાજકોટ-ગોવાની ખાનગી કંપનીની તા.રપ મીથી બંધ થઇ રહેલ એક-એક ફલાઇટના વિકલ્‍પે એરઇન્‍ડિયાની અથવા અન્‍ય કંપનીની ફલાઇટ શરૂ કરાવવા રજુઆત કરેલ. રાજકોટ-દિલ્‍હીની એરઇન્‍ડિયાની સાંજની જેમ સવારની પણ બે ફલાઇટ શરૂ કરવા માંગણી કરી હતી.

રેલ્‍વે મંત્રી સમક્ષ સાંઢિયા પુલ વિસ્‍તૃતિકરણની મંજુરી ઝડપથી આપવા તેમજ ઓખા-દહેરાદુન (વાયા હરિદ્વાર) ટ્રેન અઠવાડિયામાં એકના બદલે ત્રણ વખત ચાલુ કરવા અને મુંબઇ-અમદાવાદ રૂટની વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવવા માટે રજુઆત કરી છે.

(4:20 pm IST)