Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગાંધીગ્રામ પોલીસે પકડેલ વાહનચોર મયુરસિંહ ગોહિલ પાસેથી ચોરાવ 20 વાહનો કબ્જે કર્યા: વધુ 11 વાહનો જપ્ત કરતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ શહેર મ્હે. પોલીસ કમિશ્નર રાજ઼ ભાર્ગવ તથા સ્પેશીયલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સુધીરકુમાર દેસાઇ સા. તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગ પી. કે. દિયોરાનાઓએ સુચના કરેલ કે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી શક પડતા વાહનો ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર જી. એમ. હડીયા નાઓના માર્ગદર્શન હેઠળ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવતા ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. જે. જી. રાણા તથા ડી-સ્ટાફ કર્મચારીઓએ ટીમ વર્કથી કામગીરી કરી આરોપી મયુરસિંહ બાબભા ગોહિલ (ઉ.વ. ૨૯)( રહે. શાસ્ત્રીનગર શેરી નં. ૭ રામાપીર ચોકડી પાસે રાજકોટ)ને અગાઉ મળેલ વાહન મોસા.-૩ ની કિ. રૂ.૮૦,૦૦૦ તથા વધારાના વાહન મોસા. - ૬ ની કી. રૂ.૧,૭૦,૦૦૦ ગણી કુલ મો.સા.-૯ મળી કુલ કી. રૂ.૨,૫૦,૦૦૦ મળી કબ્જે કરેલ જે આરોપીએ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરેલ અને વાહનો પોતે અલગ અલગ વ્યકતીઓને વેચી દિધેલ જે બધા વાહનો ગાંધીગ્રામ ડી-સ્ટાફ ટીમ દ્રારા બીજા અલગથી ૧૧ મો. સા. જેની કી, ૩.૩,૩૦,૦૦૦ ગણી હસ્તગત કરી કુલ વાહન મો.સા. ૨૦ જેની કુલ કિ. રૂ. ૫,૮૦,૦૦૦નો મુદામાલ આરોપીએ ચોરેલ જે સફળતાપુર્વક કબ્જે કરેલ છે.

(12:07 am IST)