Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હોટલ સરોવર પોર્ટીકોના ફેટ સ્‍પ્રેડમાં એસિડ વેલ્‍યુની વધુ હાજરી : ઘી સહિત પાંચ નમૂના નાપાસ

આઇસ્‍ક્રીમના ૩ નમૂના લેવાયા : વધુ ૪૫ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : નવલનગરના ગણેશ ડેરી ફાર્મના કેસર શિખંડમાં કલરની ભેળસેળ ખુલ્લી : કેક એન જોય આલમંડ કુકીઝનો નમૂનો મિસબ્રાન્‍ડેડ જાહેર

રાજકોટ તા. ૧૬ : મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ સ્‍થળોએથી લેવામાં આવેલા કેસર શિખર, ફેટ સ્‍પ્રેડ, શુધ્‍ધ ઘી, કેક એન્‍ડ જોય આલમંડ કુકીઝના નમૂનાનો લેબોરેટરી રીપોર્ટ આવી જતાં આ પદાર્થો સબ સ્‍ટાન્‍ડર્ડ અને મીસબ્રાન્‍ડેડ ખાદ્ય પદાર્થ જાહેર થયા છે. સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલા નમૂના અંગે જિલ્લા કલેકટર તંત્રમાં દંડની કાર્યવાહી માટે કેસ રજૂ કરવામાં આવશે તેવું તંત્રએ જાહેર કર્યું છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

૪ નમૂના સબસ્‍ટાન્‍ડર્ડ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાધચીજ ફેટ સ્‍પ્રેડ, કેસર શિખંડ તથા શુદ્ધ ઘીના બે નમૂના મળી ચાર નમૂના તપાસ બાદ રિપોર્ટમાં  સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ તેમજ કેક એન જોય આલમંડ કુકીઝ (૨૦૦ ગ્રા. પેક) નો નમૂનો રિપોર્ટમાં  મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે. જેમાં (૧) જલારામ ઘી ડેપો- વિનાયક નગર ઉદયનગર -૧, મવડી મેઇન રોડ રાજકોટ મુકામેથી બીરેન પિયુષભાઈ જોબનપુત્રા પાસેથી  લેવાયેલ ખાધચીજ - શુદ્ધ ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. (૨)  જલીયાણ ઘી સેન્‍ટર -કોઠારીયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે, રાજકોટ મુકામેથી પરેશભાઈ રામણીકભઇ કોટક પાસેથી પાસેથી  લેવાયેલ ખાધચીજ - શુદ્ધ ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. (૩) ગણેશ ડેરી ફાર્મ, રાધેક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ દુકાન નં.-૧, નવલનગર, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી શૈલેષભાઈ માવજીભાઇ ટીલાળા પાસેથી લેવાયેલ ખાધચીજ - કેસર શિખંડ (લૂઝ), નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં કલરિંગ મેટર તરીકે સિન્‍થેટીક ફૂડ કલર -ટાર્ટ્રાઝિન ની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. (૪) મરાસા હોસ્‍પિટાલિટી પ્રા. લી, ડો.રાજેન્‍દ્રપ્રસાદ રોડ, લીમડા ચોક, શાષાીમેદાન પાસે, રાજકોટ મુકામેથી હિમાંશુકુમાર સત્‍યેંદ્રસિંહ પાસેથી લેવાયેલ ખાધચીજ -  NUTRALITE PROFESSIONAL CREAMYLICIOUS MIXED FAT SPREAD (FROM 500 GM PACKED)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં એસિડ વેલ્‍યૂની  માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા  સબસ્‍ટાન્‍ડર્ડ ફૂડ જાહેર થયેલ. (૫) કેક એન જોય, શ્‍યામ કોમ્‍પ્‍લેક્ષ, દુકાન નં. ૬, સ્‍વામિનારાયણ ચોક રાજકોટ મુકામેથી મલય ઘનશ્‍યામભાઈ કોટક પાસેથી  લેવાયેલ ખાધચીજ - CAKE N JOY ALMOND COOKIES (200 GM PACKED) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ઉત્‍પાદન/પેકિંગ કર્યાની તારીખ દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ. 

૪૫ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે ૮૦ ફૂટ રોડ- વાવડી મેઇન રોડ એ.જે.ચોક, કાલાવડ રોડ પરથી કુલ ૪૫ વેપારીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, દૂધની બનાવટ, ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

આઇસ્‍ક્રીમના નમૂના લેવાયા

મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ(૧) હેવમોર -સ્‍ટ્રોબેરી ફલેવર્ડ આઇસક્રીમ (૭૦૦ એમએલ પેક માંથી) સ્‍થળ- શ્રી સાંઇ એજન્‍સી - સેતુબંધ સોસાઇટી, મહિલા કોલેજ પાછળ, કાલાવડ રોડ  (૨) વાડીલાલ -બદામ કાર્નિવલ આઇસક્રીમ (૭૦૦ એમએલ પેક માંથી) સ્‍થળ- આત્‍મીય  એન્‍ટરપ્રાઇઝ -૪/૧૦ ભક્‍તિનાગર સ્‍ટેશન પ્‍લોટ , જીવન બેંકની સામે તથા (૩) અમુલ -કુકીઝ એન્‍ડ ક્રીમ આઇસક્રીમ (૭૫૦એમએલ પેક માંથી) સ્‍થળ- ભારત સેલ્‍સ એજન્‍સી-   બિલખા પ્‍લાઝા કોમ્‍પ્‍લેક્‍સ, કસ્‍તુરબા રોડ ખાતેથી ૩ નમૂના લેવામાં આવ્‍યા છે.

(3:33 pm IST)