Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

શહેરમાં ગઇકાલે કોરોનાના ૧૦ કેસ નોંધાયાઃ લોકોમાં ફફડાટ

હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૬૩,૭૬૪એ પહોંચ્‍યો

રાજકોટ તા.૧૬: શહેરમાં મંગળવારે ઘણા દિવસો બાદ કોરોના વિરામ લેતા થોડી શાંતિ થવા પામી હતી પરંતુ ગઇકાલે ૧૦  કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૬૪ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૨૩૨ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૫૯ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૧૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૭૪ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૩૨,૬૬૮ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૮ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૬ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૭ દર્દીઓને રજા આપી હતી.

(6:03 pm IST)