Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ઓમ માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા બ્રહ્મ યુવક યુવતી પરિચય સંમેલનઃ બ્રહ્મ રત્‍નોનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્‍માન

રાજકોટઃ ઓમ માનવ કલ્‍યાણ ચેરીટેબલ દ્વારા અત્રેની ભાટીયા બોર્ડિંગ ખાતે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક-યુવતી પરિચય સંમેલનનું હાઇટેક આયોજન કરાયુ હતું. દેશભરમાંથી અંદાજે ૮૦૦ જેટલા ઉમેદવારો સહભાગી બન્‍યા હતા. ટ્રસ્‍ટના આધિષ્‍ઠાતા ભુવનેશ્વરીપીઠ ગોડલના આચાર્યશ્રી  ઘનશ્‍યામજી મહારાજની અધ્‍યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરીયા, રોલેકક્ષ બેરીંગવાળા મનીષભાઇ મદેકા, બ્રહ્માસમાજના પ્રમુખ દર્શીતભાઇ જાની ટ્રસ્‍ટના સર્વેશ્રી પ્રવિણભાઇ જોષી, પંકજભાઇ રાવલ, જે.પી. ત્રીવેદી, મુધકરભાઇ ખીરા, જનાર્દભાઇ આચાર્ય, બાલેન્‍દુભાઇ જાની, મહેન્‍દ્રભાઇ ઉપાધ્‍યાય, ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદ્રાબાદના પ્રમુખ તરૂણભાઇ મહેતા, હાઇકોર્ટ જસ્‍ટીશ અશોકભાઇ જોષી તેમજ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સંમેલનની વિશેષ્‍ટતા એ હતી કે દિકરીઓને સ્‍ટેજ સંકોચ ન રહે તે માટે ઇનકેમેરા હાઇટેક પરિચય કાર્યક્રમ યોજાયો હતો તેમજ યુવતીઓને તેમાં ફ્રી એન્‍ટ્રી રખાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રારંભે દીપ પ્રાગટય બાદ બ્રહ્મ યુવક-યુવતીઓની દળદાર રંગીન પરિચય પુસ્‍તીકાનું રીમોર્ટ દ્વારા મનીષભાઇ મદેકા તેમજ અગ્રણીઓના હસ્‍તે વિમોચન કરાયુ હતું જયારે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, મનીષભાઇ મદેકા, દર્શિતભાઇ જાની, બ્રહ્મ ગૌરવ અભિવાદન કરાયુ હતું. આ તકે વિક્રમભાઇ પંચોલી, હર્ષભાઇ વ્‍યાસ, જયેશભાઇ આર. ભટ્ટનું સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સન્‍માન કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં જનાર્દનભાઇ આચાર્યએ સંચાલન કર્યુ હતું. જયારે કાર્યક્રમની સફળતા માટે કમલેશભાઇ જોષી, મહેન્‍દ્રભાઇ રાવલ, લલીતભાઇ ઉપાધ્‍યાય, ધર્મેશ પંડયા, નિલેશભાઇ ત્રિવેદી, પરાગભાઇ ભટ્ટ, લલીતભાઇ રાવલ, મુન્ની દવે, સુરભીબેન આચાર્ય, નિલમબેન તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)