Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ધો. ૧૦ અને ૧૨ના સ્‍કોલરશીપના ફોર્મનું મનપામાંથી વિતરણ થતુ નથી : તંત્રની સત્તાવાર જાહેરાત

રાજકોટ,તા. ૧૬: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક સ્‍લાઈડ વાઈરલ થઇ રહી છે, જેમાં ધોરણ ૧૦ અને ૧૨માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીનાં વાલીઓ જોગ એક સંદેશ લખેલ છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍કોલરશીપ યોજના જાહેર કરી છે જેનું નામ અબ્‍દુલકલામ અને વાજપેયી યોજના છે. જેના ફોર્મ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.' આ સ્‍લાઈડનાં પગલે મનપાએ સત્તાવાર યાદીમાં જણાવેલ કે, લોકો મહાનગરપાલિકા ખાતે માહિતી મેળવવા આવી રહ્યા છે. પરંતુ મહાનગરપાલિકા ખાતે આ સ્‍કોલરશીપ અંગેના ફોર્મનું વિતરણ કરવામાં આવતું નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવી. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે. 

(4:42 pm IST)