Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

મિતાણામાં જુના મનદુઃખમાં જીલુભાઇ વાઘેલા અને પુત્ર જીવણ પર ધારીયા-ધોકાથી હુમલો

રાજકોટ તા. ૧૬: ટંકારાના મિતાણા ગામે રહેતાં દેવીપૂજક પિતા-પુત્ર પર ધારીયા ધોકાથી હુમલો થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

મિતાણા રહેતાં જીલુભાઇ જીવણભાઇ વાઘેલા (દેવીપૂજક) (ઉ.૪૫) અને પુત્ર જીવણ જીલુભાઇ વાઘેલા (ઉ.૨૫) સાંજે ઘરે હતાં ત્‍યારે શેલુ દેવીપૂજક, કેશુ, બાવા સહિતનાએ આવી ધારીયા, ધોકાથી હુમલો કરી માર મારતાં બંનેને ટ઼કારા સારવાર અપાવી રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

અગાઉ ઝઘડો થયો હોય તેમાં સામેવાળાનું બાઇક ભાંગી ગયું હોઇ તેના ખર્ચના પૈસા મામલે ચાલતાં મનદુઃખમાં આ મારામારી થયાનું જણાવાયું હતું. જીવણના કહેવા મુજબ બાઇક પોતે ભાંગ્‍યુ ન હોવા છતાં ખોટો આરોપ મુકી પૈસા માંગી માથાકુટ કરવામાં આવી હતી.

(10:56 am IST)