Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

નવાગામમાં પતિના વિયોગમાં સેજલબેનનો ઝેર પી આપઘાત

આઠ મહિના પહેલા પતિ હકાભાઇનું બિમારથી મૃત્‍યુ થયુ હતું: કોળી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: નવાગામ આણંદપરમાં રહેતાં સેજલબેન હકાભાઇ જંજવાડીયા (કોળી)(ઉ.વ.૪૩) નામના મહિલાએ પતિના વિયોગમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સેજલબેને ગયા રવિવારે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતી. આજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ સેજલબેનના પતિ હકાભાઇનું આઠ મહિના પહેલા બિમારીથી અવસાન થયું હતું. ત્‍યારથી સેજલબેન સતત વિયોગમાં દુઃખી રહેતાં હતાં. આ કારણે તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. દિકરીઓના લગ્ન થઇ ગયા છે.

(11:08 am IST)