Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

બૂટલેગરો જયરાજ અને હાર્દિકસિંહને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશનર

માંડા ડુંગરના જયરાજને અમદાવાદ અને રૂરલ હાઉસીંગના હાર્દિકસિંહને વડોદરા જેલમાં ધકેલાયો : ડીસીબી પીઆઇ જે.વી. ધોળા, પીસીબી પીઆઇ એમ. બી. નકુમ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, ભરતભાઇ વનાણી સહિતે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૬: દારૂના ગુનાઓમાં સામેલ વધુ બે શખ્‍સને પાસા તળે જેલભેગા કરી દેવામાં આવ્‍યા છે.

આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સુંદરમ્‌ પાર્ક-૩માંૅ રહેતાં જયરાજ ધીરૂભાઇ માંજરીયા (ઉ.૨૩) તથા કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટર ૧/૪૩માં રહેતાં હાર્દિકસિંહ રાજેન્‍દ્રસિંહ સરવૈયા (ઉ.૨૫) વિરૂધ્‍ધ અગાઉ દારૂના કેસ નોંધાયા હોઇ અને તેમાં તે પકડાયા હોઇ આ બંનેને પાસા તળે જેલમાં મોકલવા દરખાસ્‍ત તૈયાર કરી મોકલવામાં આવતાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ દરખાસ્‍ત મંજુર કરી જયરાજને અમદાવાદ જેલમાં અને હાર્દિકસિંહને વડોદરા જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો.

જયરાજ વિરૂધધ ડીસીબીમાં દારૂના બે ગુના નોંધાયો હતા. જ્‍યારે હાર્દિકસિંહ વિરૂધ્‍ધ ડીસીબી, યુનિવર્સિટીમાં દારૂના ચાર અને જાહેરનામા ભંગનો એક ગુનો નોંધાયો હતો. સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. ચેતનસિંહ ગોહિલ, શૈલેષભાઇ કગથરા તથા પીસીબીના પીઆઇ એમ. બી. નકુમ, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. રાહુલગીરી ગોસ્‍વામીએ આ વોરન્‍ટ બજવણીની કામગીરી કરી હતી.

(11:03 am IST)