Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

મહિલા કોલેજ અન્‍ડર બ્રિજની દિવાલમાં સીટી બસ અથડાતાં કલાકો સુધી ટ્રાફિક જામ થયો

ઓચીંતા આડે આવેલા વાહન ચાલકને બચાવવા જતાં બસનો અકસ્‍માતઃ સદ્દનસિબે કોઇને ઇજા ન થઇ

રાજકોટઃ કાલાવડ રોડ મહિલા કોલેજ અન્‍ડર બ્રિજની દિવાલ સાથે સીટી બસ અથડાતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ  સ્‍વામિનારાયણ મંદિર તરફથી મહિલા કોલેજ ચોક મહારાણી લક્ષ્મીબાઇ સર્કલ તરફ આવી રહેલી સીટી બસ બ્રિજની દિવાલમાં અથડાઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જીજે૦૩બીટી-૦૨૫૮ નંબરની બસ આડે ઓચીંતા એક વાહનચાલક આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકથી બસ દિવાલમાં અથડાઇ ગઇ હતી. આ કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. કલાકો સુધી બસને હટાવવામાં આવી ન હોઇ સ્‍વામિનારાયણ મંદિર તરફથી મહિલા કોલેજ ચોક તરફ આવતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સદ્દનસિબે આ અકસ્‍માતમાં કોઇને ઇજા થઇ નહોતી.

 

(11:38 am IST)