Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

શ્રેષ્‍ઠ ભારતના સ્‍વપ્‍નદ્રષ્‍ટા નરેન્‍દ્રભાઈ મોદીનો કાલે જન્‍મદિવસ

વડાપ્રધાન મોદીને શતં જીવેત શરદઃની શુભેચ્‍છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ : દેશની જનતાના હૃદયમાં બિરાજે છે, લોકો આ દિવસને એક પર્વ તરીકે ઉજવણી કરશે

રાજકોટઃ ભારત માતાના સપૂત, વૈશ્વિક કક્ષાએ સન્‍માનનીય  નેતા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, દેશભક્‍ત અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો તા. ૧૭ ને શનિવારે જન્‍મદિવસ છે ત્‍યારે શુભેચ્‍છકો-સમર્થકો સહિત જાણે સમગ્ર દેશ આ દિવસને એક પર્વ તરીકે ઉજવવા માટે થનગની રહ્યો છે તેવું સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્‍યુ છે. રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, વિશ્વ નેતા તરીકે પ્રસ્‍થાપિત થયેલા નરેન્‍દ્ર્‌ભાઈ મોદી દેશની જનતાના હ્રદયમાં બિરાજે છે તેથી પ્રજાજનો તેમને અંતરના ઉમળકા થી અઢળક શુભેચ્‍છા પાઠવે છે.

રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યુ છે કે, નરેન્‍દ્રભાઈ મોદીજી ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્‍યમંત્રી રહ્યા. એ સમયે તેઓએ ગુજરાતમાં વિકાસની અનેક દીર્દ્યદ્રષ્ટિ ભરેલી મહત્‍વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી અને ગુજરાતને વિકાસ અને પ્રગતિ ના ઉચ્‍ચ શિખર ઉપર પહોચાડ્‍યું હતું. ત્‍યારબાદ મોદીજી ૨૬મે ૨૦૧૪ના રોજ ભારત ના ૧૫ માં પ્રધાનમંત્રી બન્‍યા ત્‍યારથી વડાપ્રધાન તરીકે સતત અવિરત દેશની સેવા કરી રહ્યા છે.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં આજે ભારતનું નામ વિશ્વભરમાં આદર અને સન્‍માન સાથે લેવાય છે અને તે જોઈ વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયોની છાતી ગજ ગજ ફુલે છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્‍ટ્રેલિયાના વડાપ્રધાન એન્‍થોની અલ્‍બેનેસ જેવા નેતાઓને પાછળ છોડીને તેમણે તાજેતરમાં જ આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ કન્‍સલ્‍ટ પોલિટિકલ ઈન્‍ટેલિજન્‍સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક મંજૂરી રેટિંગ મુજબ, પીએમ મોદીને ૭૫ટકા લોકો પસંદ કરે છે.આ સિધ્‍ધી પણ નાનીસૂની ન કહેવાય તેમ પણ જણાવ્‍યુ છે.

રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, પ્રખર રાષ્ટ્રભક્‍તિ સાથે સ્‍થિર અને શક્‍તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરૂષાર્થી વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદી ન ભૂતો ન ભવિષ્‍યતી છે. તેમના હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલુ રહે છે અને કોઈ દુશ્‍મન દેશ આંખ ઉઠાવવાની કોશિશ કરી શકતો નથી. તેમના નેતૃત્‍વમાં આજે ભારતીય નાગરિક વધુ સલામત બન્‍યો છે. વડાપ્રધાન બન્‍યા બાદ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિદેશી ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા છે. ગંભીર રીતે બીમાર નાગરિકો માટે સાર્વત્રિક આરોગ્‍ય સંભાળ નીતિ પણ બનાવી છે.

પ્રધાનમંત્રી જન-ધન યોજના જેવી ઘણી યોજનાઓ, જેનો ઉદ્દેશ્‍ય આર્થિક વિકાસ છે, સ્‍વચ્‍છ દેશ માટે સ્‍વચ્‍છ ભારત અભિયાન, બીપીએલ પરિવારોને એલપીજી પ્રદાન કરવાના ઉદ્દેશ્‍ય સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, હાલમાં દેશમાં અમલમાં છે.

વડાપ્રધાન બન્‍યા પછી નરેન્‍દ્ર્‌ભાઈ મોદીએ લોકોના લાભાર્થે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે અને આજે છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોચી રહયો છે.

મોદી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને દ્યન કચરા વ્‍યવસ્‍થાપનમાં સુધારો કરવા માટે સ્‍વચ્‍છ ભારત અભિયાન શરૂ કર્યું હતુ. આ સમયગાળામાં અંદાજિત ૮૯.૯ મિલિયન શૌચાલય બનાવવામાં આવ્‍યા હતા. ૨૦૧૫માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં રહેતા ગરીબ લોકોને પોતાનાં આવાસો રાખવા માટે સહાય પૂરી પાડે છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મહત્‍વપૂર્ણ બાબત એ સરકાર દ્વારા આપવામાં આવતી ૨.૬૭ લાખ રૂપિયાની સબસિડી છે, જે પ્રોત્‍સાહન તરીકે કામ કરે છે. ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬માં લોન્‍ચ કરવામાં આવી હતી, ત્‍યારે ગરીબી રેખાની નીચેની ૫ કરોડ મહિલાઓને એલપીજી કનેકશન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું હતું. ગ્રામીણ વિસ્‍તારમાં રહેતી જરૂરિયાતમંદસ્ત્રીઓને આ યોજના વરદાન રૂપ સાબિત થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના પણ શરૂ કરી છે. આ યોજનાને આયુષ્‍યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. . આ યોજના હેઠળ દેશના ૧૦ કરોડ પરિવારને લાભ મળી રહ્યો છે, તેમજ ૫૦ કરોડ લોકોને દર વર્ષે ૫ લાખનો સ્‍વાસ્‍થ્‍ય વીમો મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિએ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ૧લી ડિસેમ્‍બર ૨૦૧૮થી અમલમાં આવેલ આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.

(11:39 am IST)