Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

યુનિ. રોડ શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘના આંગણે

માસક્ષમણના ઉગ્ર તપના તપસ્વીરત્ના સાધ્વીજી પૂ.શ્રેયાંસદ્રુમાશ્રીજીની શોભાયાત્રાઃ કાલે પારણા

રાજકોટ, તા. ૧૬ :  યુનિ. રોડ શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘ (શ્રી સુમતિનાથ જિનાલય) આંગણે આગમોધ્ધારક આનંદસાગરસૂરિજી મ. સમુદાયના સુવિનિત શતાવધાની મૂ. શુભાયોધ્યાશ્રીજી મ. ના સરળ સ્વભાવી મૂ. ધર્મજ્ઞાશ્રીજી મ. તથા પૂ. શાશ્વતદ્રુમાશ્રીજી મ. આદિઠાણાની પાવન નિશ્રામાં ચાતુર્માસ આરાધના અનેરા ધર્મોલ્લાસ સાથે થઇ રહી છે. પર્વાધિરાજ પર્યુુષણની આરાધના અનેરા ઉલ્લાસ સાથે કરાઇ હતી.
સાધ્વીજી ભગવંત પૂ. સંયમદ્રુમાશ્રીજી મ.ના શિષ્યા તપસ્વીરત્ના પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજી મહારાજની હાલ માસક્ષમણની તપશ્ચર્યા ચાલી રહી છે. સા. શ્રી શ્રેયાસદ્રુમાશ્રીજી મ.ની માસક્ષમણની તપશ્ચર્યા નિમિત્તે સંઘમાં તા. ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આજે તા. ૧૬ મીના શુક્રવારે સવારે ૭-૧પ કલાકે ૪પ આગમ સાથે ચૈત્ય પરિપાટી તથા તપસ્વીની શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ પધારેલ સાધર્મિકોની નવકારશી, બપોરના ૩ થી પ સકળ સંઘના બહેનોની સાંજી જેના લાભાર્થી પરિવાર સુમતિજિન, જીતારી, પ્રતિક્રમણ, આગમોધારક મહિલા મંડળ વગેરે એ લાભ લીધેલ.
કાલે તા. ૧૭ મીના શનિવારે સવારે ૮ વાગે તપસ્વીરત્ના સાધ્વીજી ભગવંત પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજી મ.નું પારણું, સવારે ૮-૧પ કલાકે પધારેલ સાધર્મિકોની નવકારશી, બપોરના ૧ર-૩૯ કલાકે ૪પ આગમનું મહાપૂજન ભાગ-૧, તથા સાંજે પ-૩૦ કલાકે પધારેલા સાધર્મિકો માટે ચોવિહાર ભકિત, રાત્રે ૮-૩૦ કલાકે ભકિતભાવનાનો કાર્યક્રમ યોજાશે.
તા. ૧૮ મીના રવિવારે બપોરે ૧ર-૩૯ કલાકે ૪પ આગમનું મહાપૂજન-ભાગ-ર, તથા સાંજે પ-૩૦ કલાકે ઉપસ્થિત સાધર્મિકો માટે ચોવિહાર ભકિત રાખેલ છે. મહોત્સવના મુખ્ય લાભાર્થી માતુશ્રી અનુસૂયાબેન છબીલદાસ શાહ પરિવારના હસ્તે તા. ૧૭ મીના તપસ્વી રત્ના પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજીમ નું પારણું થશે.
મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસ પરમાત્માની ભવ્યાતિભવ્ય આંગી રચવામાં આવશે. ૪પ આગમનું મહાપૂજન તથા ભકિતરસથી ભરપૂર ભાવના ભણાવવા પાલીતાણાથી સુપ્રસિધ્ધ ભકિતકાર અમીતકુમાર તથા તેમના સાથી કલાકારો પધારશે અને પ્રભુ ભકિતમાં લીન કરશે.
૪પ આગમ મહાપૂજન મહોત્સવમાં પધારેલ સાધર્મિક ભાગ્યશાળીઓને સાંજી (લ્હાણી) અપાશે જેનો લાભ સ્વ. નિલમબેન જયકાંતભાઇ વાધર પરિવાન હસ્તે બીનાબેન અનીષભાઇ વાધર પરિવારે લીધો છે. જયારે ભગવતી સૂત્ર (સોનાની ગીનીૂ઼ મહાપૂજન) ના લાભાર્થી પ્રીતિબેન અશોકભાઇ કામદાર (હસ્તે ખુશાલીબેન અભિષેક કામદાર) પરિવાર છે.
તપસ્વીરોના સાધ્વીજી પૂ. શ્રેયાંસદ્રુમાશ્રીજી મ.ના માસક્ષમણના પારણા તથા સમગ્ર ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય લાભાર્થી માતુશ્રી અનસુયાબેન છબીલદાસ  શાહ (હસ્તે દિપા જયેશભાઇ શાહ) પરિવાર (સોનમ કલોક) છે.
યુનિ. રોડ જૈન સંઘના પ્રમુખ અનીષભાઇ વાધર, પ્રશાંત સંઘવી, પ્રકાશ કોઠારી, ચંદ્રકાંતભાઇ શાહ, નિલેશ કોઠારી, ઉમેશ શેઠ, મેહુલ શાહ, મહેશ વોરા, નયન ભાયાણી, હિમાંશુ દેસાઇ, કેતન મહેતા, જીગ્નેશ મહેતા, પંકજ મહેતા સહિતના ટ્રસ્ટીઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:51 pm IST)