Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ઉર્જા વિકાસ નિગમ યોજીત કેરમ ટુર્નામેન્‍ટમાં રાજકોટના મનિષાબેન જેઠવા પ્રથમ સ્‍થાને

રાજકોટ : ગુજરાત ઉર્જા વિકાસ નીગમ દ્વારા આયોજિત ૧પ મી ઇન્‍ટર કંપની કેરમ ટુર્નામેન્‍ટમાં રાજકોટ શહેર વર્તુ કચેરીમાં ફરજ બજાવતા જુનીયર આસિસ્‍ટન્‍ટ મનીષાબેન જેઠવાએ આ વર્ષે કેરમ ડબ્‍બલસમાં પ્રથમ સ્‍થાન મેળવી રાજકોટ શહેર વર્તુળ કચેરીનું ગૌરવ વધારેલ છે. બહુચરાજી ખાતે કેરમ ટુર્નામેન્‍ટમાં  મનીષાબેન જેઠવાએ મેળવેલ આ સિધ્‍ધી બદલ ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના જનરલ સેક્રેટરી જીતુભાઇ વાગડીયા મુખ્‍ય વિશેષ જનરલ સેક્રેટરી મહેન્‍દ્રભાઇ ચાવડા તેમજ લક્ષ્મીનગર પેટા વિભાગીય કચેરીના નાયબ અધિક્ષક સચિનભાઇ પરમારે અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:52 pm IST)