Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

બાઇક પર છરી સાથે પીણુ પીતા યુવકનો વિડીયો વાયરલ : મયુર પારીયા પકડાયો

સોરઠીયા પ્‍લોટમાં પોતાના ઘર પાસે વિડીયો બનાવ્‍યો'તો : એ-ડીવીઝન પોલીસે મયુરને પકડી કાયદાનુ ભાન કરાવ્‍યું

રાજકોટ, તા. ૧૬ :  સોરઠીયા પ્‍લોટમાં એક યુવક એકસેસ પર બેસી એક હાથમાં છરી અને બીજા હાથમાં ટીનમાંથી પીણુ પીતો હોય તેવો વિડીયો વાયરલ થતા એ-ડીવીઝન પોલીસે તે શખ્‍સને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

મળતી વિગત મુજબ સોશીયલ મીડીયામાં ગેરકાયદેસર કૃત્‍યોના વિડીયો વાયરલ કરવાનું ચલણ વધી રહ્યું છે. ત્‍યારે ગઇકાલે એક યુવક ટુ વ્‍હીલર પર બેસી એક હાથમાં છરી અને બીજા હાથમાં ટીનમાંથી પીણુ પીતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સોરઠીયા પ્‍લોટનો હોવાનું જાણવા મળતા એ-ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા સહિતે આ વિડીયો બનાવનાર મયુર માવજીભાઇ પારીયા (ઉ.વ.ર૦) (રહે. જીલ્લા ગાર્ડન ચોક સોરઠીયા પ્‍લોટ શેરી નં. ૩) ને તેના ઘર પાસેથી ઝડપી લઇ છરી અને એકસેસ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ વિડીયો બે મહિના પહેલા પોતાના ઘર પાસે બનાવ્‍યો હોવાનું રટણ કરી રહ્યો છે. 

(3:54 pm IST)