Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

બંસીધર પાર્કમાં શિવાનીને પતિ અને જેઠે વેલણ-ઢીકાપાટુનો માર માર્યો

કેટલાક દિવસથી બહેનપણીના ઘરે હતીઃ આજે સમાધાન થતાં સાસરે આવી ને માર પડયો

રાજકોટ તા. ૧૬: ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે બંસીધર પાર્ક-૧માં રહેતી શિવાની ડેનીસ દોશી (ઉ.વ.૨૬)ને તેના પતિ ડેનીસ તથા જેઠ નિશીથે વેલણ અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.

શિવાનીએ આક્ષેપ કર્યો હતો કે પોતાને ઘરમાં હેરાન કરવામાં આવતી હોઇ જેથી તે કેટલાક દિવસથી બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. આજે પતિ સમાધાન કરી પરત પોતાના ઘરે તેડી ગયો હતો અને ફરીથી ઝઘડો કરી મારકુટ કરવામાં આવી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:56 pm IST)