Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કાલે રાજકોટમાં ૧૧ ઉદ્યોગપતિઓને ફુલડે વધાવાશે

ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા એક અનોખો કાર્યક્રમ : શમશેરસિંગ, બી.એલ.મીના, મ્‍યુ.કમિશ્નર અમિત અરોરા, અનિલકુમાર જૈન, જે.એમ.બિસ્‍નોઇ, સ્‍વાતી અગ્રવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ ૯ ઉદ્યોગપતિઓ અને ૨ સરકારી અધિકારીઓનું સન્‍માન

રાજકોટઃ સમગ્ર ભારતમાં છેલ્‍લા બે દાયકાથી નિષ્‍પક્ષ રીતે વેપાર ઉદ્યોગના પ્રશ્નો અને તેની પ્રગતિ માટે તેના વિકાસ માટે પોતાની આગવી શૈલીથી કામ કરતી ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં એક વિશિષ્‍ટ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. ગ્રેટર ચેમ્‍બર બિઝનેશ આઇકોન એવોર્ડની માહિતી આપતા પ્રમુખ રાજીવભાઇ દોશી અને માનદમંત્રી ઉપેનભાઇ મોદીએ જણાવે છે કે શૂન્‍યમાંથી સર્જન કરનાર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ, મહિલા ઉદ્યમીઓ, સેવા સમર્પિત સાધકોનું સમયે સમયે સન્‍માન કરવું તે આપણી ફરજ છે. અને તેવા સાહસિકો અન્‍ય માટે પ્રેરણાસ્રોત બનશે અને આ ૧૧ ઉદ્યોગપતિઓને એવોર્ડ અર્પણ કરવા માટે શ્રીશમશેરસિંગ માન, ડેપ્‍યુટી ડાયરેકટર અમદાવાદ સર્કલ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, શ્રીબી.એલ મીના ચીફ ઇન્‍કમટેકસ કમિશ્નર, શ્રીઅમિત અરોરા મ્‍યુનિ.કમિશનર રાજકોટ, શ્રીઅનિલકુમાર ૈજૈન, ડી.આર.એમ.રેલ્‍વે, શ્રીજે.એમ.બિસ્‍નોઇ, આઇટીએસ, જોઇન્‍ટ ડાયરેકટર ડીજીએફટી, શ્રીસ્‍વાતિ અગ્રવાલ આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર, એમએસએમઇ વિભાગ, શ્રીરિધ્‍ધેશ રાવલ જોઇન્‍ટ કમિશનર, એસજીએસટી,  શ્રીકે.વી.મોરી, જનરલ મેનેજર, ઉદ્યોગ કચેરી રાજકોટ વિગેરેના હસ્‍તે જેમના હસ્‍તે આ ગ્રેટર બિઝનેશ આઇકોન અર્પણ કરવામાં આવે.

સંસ્‍થાનાં ચેરમેન ધનસુખભાઇ વોરા અને વાઇસ ચેરમેન કાંતિભાઇ જાવીયા જણાવેલ કે ૧૧ વેપાર ઉદ્યોગના દિગ્‍ગજનું ઋણ સ્‍વીકાર અને વિશેષ એવોર્ડથી સન્‍માન કરવાનો ભવ્‍યાતીભવ્‍ય કાર્યક્રમનું આવતીકાલે તા.૧૭ના શનિવારે સાંજે ૫.૩૦ વાગ્‍યાથી સયાજી હોટેલ ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ આયોજન કરવા જઇ રહી છે. જે એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉદ્યોગઋષીઓ માં.૧ શ્રીરમેશભાઇ ટીલારા, ચેરમેનશ્રી શાપર વેરાવળ ઇન્‍ડ.એસો, ૨. શ્રીમનસુખભાઇ પાણ, ચેરમેનશ્રી હાઇબોનડ સિમેન્‍ટ(ઇ.) પ્રા.લી., ૩. શ્રીઅમૃતલાલ કે. ભારદીયા, ચેરમેન શ્રીએમ.ડી.શ્રીરવી ટેકનો ફોર્જ, ૪. શ્રીહરીશભાઇ જે. લાખાણી, ચેરમેનશ્રી ડી.એમ.એલ.ગ્રુપ ઓફ.કંપનીઝ, ૫. શ્રીજયેશભાઇ સી.શાહ, ચેરમેન શ્રીએમ.ડી.શ્રીસોનમ કલોક લી, મોરબી, ૬. શ્રીરૂપેશભાઇ મહેતા, ચેરમેનશ્રી એમ.ડી.શ્રી, મેકપાવર સી.એન.સી. મશીન્‍સ લી,. ૭. શ્રીઅચ્‍યુતભાઇ પ્રફુલભાઇ જસાણી, એમ.ડી.શ્રી આનંદ ઇન્‍ટરનેશનલ, ૮. શ્રી પ્રવિણસિંહ કે. વાઘેલા, ડિરેકટરશ્રી ફાઇન થ્રેડ ફોર્મ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ૯. શ્રી રાજેશભાઇ પી.માલવીયા, પ્રોપરાઇટરશ્રી મીરા (ઇન્‍ડિયા) ફેશનસ જેતપુરના ઓને સન્‍માનીત કરવામાં આવશે.

સંસ્‍થાના ઉપપ્રમુખો ઇશ્વરભાઇ બાંભોણીયા, રમેશભાઇ ઝાલાવાડીયા અને કિરીટભાઇ આદ્રોજા જણાવે છે કે, ખુબ જ ટુંકા ગાળામાં રાજકોટ શહેર અને જિલ્લામાંૅ કાયદો, વ્‍યવસ્‍થા, સલામતી, અધિકારીશ્રીઓ ૧૦.શ્રી અરૂણ મહેશબાબુ એમએસઆઇએએસ કલેકટરશ્રી રાજકોટ જિલ્‍લા તથા ૧૧. શ્રી રાજુ ભાર્ગવ આઇપીએસ એડીશનલ જનરલ ઓફ પોલીસ, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરનાઓને ગ્રેટર ચેમ્‍બર કર્તવ્‍ય નિષ્‍ઠા સન્‍માન એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવશે. આ પ્રસંગે શ્રીવિનોદકુમાર અરોરા ડીજીએમ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા તથા શ્રીનિરજ જોશી, એજીએમ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા અને અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

સંસ્‍થાના સહ મંત્રી સુનીલ ચોલેરા, જગદીશભાઇ સોની, ખજાનચી અજીતસિંહ જાડેજા, અશોકભાઇ સુરેલિયા જણાવે છે કે, આ એવોર્ડમાં વિવિધ પાસાઓને ધ્‍યાને રાખીને ઉદ્યોગઋષીઓની પસંદ કરવામાં આવ્‍યા છે. સાથોસાથ સમાજસેવા, માનવસેવા, જીવદયા અને આરોગ્‍યક્ષેત્રે જેને ખૂબ જ લાબાં સમયથી ૃસમાજની સેવા કરી રહ્યા છે. તેવા ઘર દેવડાઓનું વિશેષૅ સન્‍માન કરી અને એવોર્ડ આપી સન્‍માન કરવાના કાર્યક્રમના આયોજન માટે સતત પ્રવૃતિમય રહેલ છે.

કારોબારીના તમામ સભ્‍યો મનસુખભાઇ પાંભર, સુનીલભાઇ વોરા, મયુરભાઇ શાહ, હિતેશભાઇ વિઠલાણી, હર્ષદભાઇ ખૂંટ, સંજયભાઇ મહેતા, વિનયભાઇ સાકરીયા, નરેન્‍દ્રભાઇ મહેતા, ઍકિતભાઇ કાકડીયા, દેવાંગભાઇ પીપળીયા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, હેમતભાઇ કામદાર, મનોજભાઇ વરમોરા, તપન વોરા વિગેરે જહેમત ઉઠાવેલ છે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી અને માનદમંત્રી ઉપેનભાઇ મોદીએ જણાવેલ છે.

(4:04 pm IST)