Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

પડધરીના મોવૈયા ગામે સરકારી જમીન પરથી દબાણ હટાવાયું: ૭૦ લાખની જમીન ખૂલ્લી

રાજકોટઃ રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ આજે પડધરી તાલુકાના મોવૈયા ગામે સરકારી જમીન સર્વે નં. ૧૯૯ની અંદાજે એક એકર જમીન ઉપર ઉભુ થઇ ગયેલ કોમર્શીયલ દબાણ દૂર કરી ૭૦ થી ૮૦ લાખની જમીન ખુલ્લી કરાવાઇ હતી. રૂરલ પ્રાંત શ્રી ટાંકના માર્ગદર્શન હેઠળ મામલતદાર શ્રી કે.જી. ચુડાસમા, સર્કલ ઓફીસર પી.આર.ચૂડાસમા અને સ્‍ટાફે પોલીસ બંદોબસ્‍ત સાથે જીસીબીની મદદથી દબાણ તોડી પાડયું તે નજરે પડે છે.

(4:10 pm IST)