Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજકોટ ડિવિઝનના ડીઆરએમએ રેલવે કર્મચારીઓને સ્‍વચ્‍છતાના શપથ લેવડાવ્‍યા

રાજકોટ, ૧૬ : રાજકોટ રેલવે ડિવિઝન પર સ્‍વચ્‍છ ભારત-સ્‍વચ્‍છ રેલ મિશન અંતર્ગત ‘સ્‍વચ્‍છતા પખવાડા' નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પખવાડિયું ૧૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર, ૨૦૨૨ સુધી મનાવવામાં આવી રહ્યું છે. પખવાડિયાના પ્રથમ દિવસને ઁસ્‍વચ્‍છ જાગળતિ દિવસઁ તરીકે મનાવવામાં આવ્‍યો હતો. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલકુમાર જૈન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને સ્‍વચ્‍છતાના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. ડીઆરએમ શ્રી જૈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી દર વર્ષે ૧૦૦ કલાક શ્રમદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રાજકોટ ડિવિઝનના તમામ મુખ્‍ય સ્‍ટેશનો પર સ્‍ટેશન મેનેજર દ્વારા રેલવેના તમામ કર્મચારીઓ અને કોન્‍ટ્રાક્‍ટ સફાઈ કર્મચારીઓને સ્‍વચ્‍છતાના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા અને તેમને સ્‍વચ્‍છતા અંગે જાગળત કરવામાં આવ્‍યા હતા. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્‍યા અનુસાર, આ પખવાડિયા દરમિયાન રેલવે સ્‍ટેશનો અને ટ્રેનોમાં જાહેર ઉપયોગિતાઓની સ્‍વચ્‍છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ સાથે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને ઓફિસોમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગને નિરુત્‍સાહિત કરવા માટે દરેકને જાગળત કરવામાં આવશે. આ પ્રસંગે વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન મેનેજર શ્રી આર.સી.મીણા, સીનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી મનીષ મહેતા, વરિષ્ઠ મંડળ ડિવિઝનલ ઈજનેર (સંકલન) શ્રી રાજકુમાર એસ, અન્‍ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:27 pm IST)