Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજકોટ જિલ્લામાં ૧૭ થી ૨૦-સપ્ટેમ્બર દરમ્યાન છૂટા છવાયા વિસ્તારમાં હળવો વરસાદની શક્યતા

રાજકોટ:ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર  ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે, ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જીલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બર  થી તા.૨૧ સપ્ટેમ્બર દરમ્યાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું હવામાન  રહેવાની અને ૧૭ થી ૨૦-સપ્ટેમ્બર દરમ્યાન છૂટા છવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૧-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ તથા મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૪-૮૮ અને ૫૦-૬૬ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ અને નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૪ થી ૨૦ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

(1:02 am IST)