Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સદ્દગુરૂ આશ્રમે રાષ્‍ટ્રભકિત સાથે અખંડ રામધૂનના ૪૬માં પાટોત્‍સવની ઉજવણી

રાજકોટઃ સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ દ્વારા સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા તથા પ્રેરણાથી છેલ્લાં ૪પ માં વર્ષથી શ્રી અખંડ રામધુન ચાલી રહી છે. જેનો ૪૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે વિશેષ રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું. શ્રી રામનામ કે હીરે મોતી ફેઇમ અશોકભાઇ ભાયાણીએ રામધુનની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. સંસ્‍થાનાં ટ્રસ્‍ટીશ્રી પ્રવિણભાઇ વસાણીના નેતૃત્‍વમાં ૧૪મી ઓગષ્‍ટની રાત્રીએ ભારત દેશનાં ૭પ વર્ષમાં અમૃત મહોત્‍સવની ભકતો સાથે ખુબજ ધાર્મિકતા સાથે રાષ્‍ટ્રગાન, દેશભકિત ગીતો આરતી ઉતારીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્‍યામાં ધર્મપ્રેમી ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો.

(3:25 pm IST)