Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજકોટ-મોરબી રોડ પરથી ઇકો કારમાંથી બે લાખનો દારૂ કબ્જે

કુવાડવા રોડ પોલીસના કોન્સ. રવીરાજભાઇ પટગીરની બાતમીઃ દારૂની ૪ર૦ બોટલ અને કાર મળી ૪.૬૦ લાખની મત્તા કબ્જે

રાજકોટ તા. ૧૭ : રાજકોટ-મોરબી હાઇવે પર કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇકો કારમાંથી દારૂની ૪ર૦ બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રાજકોટ-મોરબી હાઇવે રોડ પરથી દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ રવીરાજભાઇ પટીરને બાતમી મળતા મોરબી રોડ પર જય દ્વારકાધીશ હોટલ નજીકથી એક જીજે.૩ એલ.જી.૭૧૪૧ નંબરની ઇકોકારને અટકાવતા ઇકોકારચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. બાદ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ. ર,૧૦,૦૦૦ની કિંમતની દારૂની ૪ર૦ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી રૂ. ૪,૬૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

(3:54 pm IST)