Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટ જીલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતની રવિવારે ચુંટણીઃ સાંજથી પ્રચાર - પડઘમ બંધઃ કાલે પપ૦૦નો સ્ટાફ બૂથ ઉંપર રવાના થશે

રર૦૦થી વધુનો પોલીસ બંદોબસ્તઃ એસટીએ ૬૦ બસો ફાળવી સરપંચ માટે ૪૧૦ બેઠકોઃ વોર્ડના સભ્યો ૩ હજારથી વધુઃ કુલ ૭ લાખ ૪ર હજાર મતદારોઃ ૯૬૪ મતદાન મથકોઃ ૪૦૦થી વધુ સંવેદનશીલ મતદાન મથકો...

રાજકોટ તા. ૧૭: રાજકોટ જીલ્લાની કુલ ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે સવારે ૮ થી સાંજે પ સુધી મતદાન થશે, આ સંદર્ભે આજે સાંજે પ વાગ્યાથી જાહેર ચુંટણી પ્રચારના પડઘમ શાંત થશે, બંધ થઇ જશે, અને કાલે ૧૧ સ્થળો-તાલુકા મથક ઉંપરથી પપ૦૦ થી વધુનો ચુંટણી સ્ટાફ બપોર બાદ રવાના થઇ જશે અને સાંજ સુધીમાં ય્.બ્.-ખ્ય્બ્ ને રીપોર્ટ કરી દેશે.
કુલ ૪૧૩ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ૪૧૦ બેઠકો તો વોર્ડના સભ્યોની સંખ્યા ૩ હજારથી વધુ છે, ૩ લાખ ૮૮ હજાર પુરૂષ અને ૩ લાખ પ૩ હજારથી વધુ સ્ત્રી મતદાર સહિત કુલ ૭ લાખ ૪ર હજારથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉંપયોગ કરશે.
આ ચુંટણીમાં ૯૬૪ મતદાન મથકો અને ૧૧૦૦ જેટલી મતપેટીઓનો ઉંપયોગ થશે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે.
ચુંટણી સંદર્ભે રરપ૦ જેટલો પોલીસ સ્ટાફ ફાળવાયો છે, ૯૬૪ માંથી ૪૦૦ થી વધુ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.
ચુંટણીમાં ૧૪૪ ચુંટણી અધીકારી, ૧૪૪-મદદનીશ ચુંટણી અધીકારી, અને પપ૦૦થી વધુનો પોલીંગ સ્ટાફના ઓર્ડરો થયા છે.

 

(11:20 am IST)