Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રેલ્વે તંત્ર કોરોના કાળમાં લાગુ કરેલ નિયમો હવે હળવા કરે : રમાબેન માવાણી

ભુજ તરફ નવી ટ્રેન શરૂ કરવા તેમજ મુસાફરી ભાડા અને પ્લેટફોર્મ ટીકીટના ચાર્જ પુર્વવત કરવા માંગણી

રાજકોટ તા. ૧૭ : કોરોના સમયમાં રેલ તંત્રએ લાગુ કરેલા ફેરફારો હવે પુર્વવત કરવા માજી સાંસદ રમાબેન માવાણીએ માંગણી ઉઠાવી છે.

તેઓએ ડી.આર.યુ.સી.સી. ના સેક્રેટરી અને કોમર્શીયલ મેનેજર વેસ્ટર્ન રેલ્વેને પત્ર પાઠવી જણાવ્યુ છે કે હાલમાં પણ કોવિડ સ્પેશ્યલ ટ્રેન ગણીને મુસાફરી ભાડુ વધારે લેવામાં આવે છે તે હવે બંધ થવુ જોઇએ. પ્લેટફોર્મ ટીકીટના દર પણ રૂ.૫ કરી નાખવા જોઇએ.

રાજકોટથી ભુજ કચ્છ જવા એકપણ ટ્રેન ન હોય કચ્છ તરફ નવો રૂટ શરૂ કરવા તેઓએ સુચન કરેલ છે.તમામ ડાઉન ટ્રેઇનોને પ્લેટ ફોર્મ નં. ૧ ઉપર ઉભી રાખવા જણાવેલ છે. જેથી વૃધ્ધ પેસેન્જરોને સામાન ઉતારવાની અને ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં રાહત રહે. એરકંડીશન કલાસમાં બારીઓ ઉપર પડદા લગાવવા તેમજ એ.સી. કોચમાં બેડરોલ પણ આપવાનું શરૂ કરવા તેમજ રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં પેન્ટરી કારની વ્યવસ્થા કરવા રજુઆતના અંતમાં રમાબેન માવાણીએ જણાવ્યુ છે.

(2:59 pm IST)