Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણી માં જંગી મતદાનઃ પ્રમુખ પદના ત્રણ ઉમેદવારો વચ્ચે જબરો જંગ

સવારના ૯ વાગ્યાથી મતદાન માટે અભૂતપૂર્વ ધસારોઃ પ્રથમ ૪ કલાકમાં ૧૩૦૦થી વધુ મતો પડયાઃ કુલ ૩૦૮૨ મતદારોઃ 'વન બાર વન વોટ' મુજબ મતદાનઃ પ્રમુખ પદ માટે અમિત ભગત, અર્જુન પટેલ, જીજ્ઞેશ જોષી ભારે રસાકસીભરી ચૂંટણીઃ સમરસ પેનલ માટે અસ્તિત્વની લડાઈઃ જીનીયસ પેનલની પરિવર્તન માટે ઉમેદવારીઃ જીજ્ઞેશ જોષી એકલવીર યોદ્ધાઃ કુલ ૧૬ જગ્યા માટે ૫૦ ઉમેદવારો મેદાનેઃ બપોરે ત્રણ વાગ્યે મતદાન પુરૂ થયુઃ ૪ વાગ્યે મત ગણતરી, રાત્રે પરિણામ જાહેર થશેઃ પરિણામ પૂર્વે ભારે ઉત્તેજના : બપોરે ર.૪પ સુધીમાં ૧૯૦૦ થી વધુ મતદાનઃ હજુ ૭૦ જેટલા વકિલો લાઇનમાં ઉભા છે ૩ વાગ્યા સુધીમાં ર૦૦૦ સુધીના મતદાનની શકયતા

રાજકોટ : રાજકોટ બાર એસો.ની આજે યોજાયેલ ચૂંટણીમાં સવારથી મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ ન્યાયમંદિરની બહાર વકીલો મોટી સંખ્યામાં નજરે પડે છે. બાજુની તસ્વીરમાં વીફોર વીકટરીના નારા સાથે ઉમેદવારો મતદાતાઓ સાથે પ્રચાર કરતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં ચૂંટણી કાર્યકર્તાઓ પાસેથી વોટ સ્લીપ મેળવતા વકીલો  નજરે પડેલ છે. નીચેની તસ્વીરોમાં મતદાન કરી રહેલા પ્રમુખપદના ઉમેદવારો પ્રથમથી અમિત ભગત, જીજ્ઞેશ જોષી, અર્જુન પટેલ તેમજ વકીલોમાં શાંતનું સોનપાલ, કમલેશ શાહ, અનિલભાઇ દેસાઇ, દિલીપભાઇ પટેલ, સંજયભાઇ વ્યાસ, સિધ્ધરાજસિંહ જાડેજા, પી.સી. વ્યાસ, મનિષ ખખ્ખર, દિલીપ મેહતા, અંશ ભારદ્વાજ, હિતેષભાઇ દવે, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, જયેશભાઇ બોખરા, રાજેન્દ્રસિંહ ઝાલા, અનિલ દાસાણી, નયનભાઇ વ્યાસ, પિયુષભાઇ શાહ, કિરીટભાઇ પાઠક, રાજેશ મહેતા, સુરેશ ફળદુ, તુષાર ગોકાણી, સી.એચ. પટેલ, સમીર ખીરા, મુકેશ પીપળીયા, એ.કે. જોષી, પરાગ શાહ, ભરત આહ્યા, વિમલ ડાંગર, અતુલજોષી, બિમલ સરધારા, મલ્હાર સોનપાલ, ભરતસિંહ જાડેજા, જીતેન્દ્ર પારેખ વિગેરે દર્શાય છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા) (૯.૧ર)

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ બાર એસો.ની સને ૨૦૨૨ની સાલ માટે યોજાઈ રહેલ ચૂંટણીમાં આજે સવારથી મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

આજે સવારના ૯ વાગ્યાથી શરૂ થયેલ મતદાનની પ્રથમ ત્રણ કલાક દરમ્યાન મતદાન માટે અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ પ્રથમ ૪ કલાકમાં ૧૩૦૦થી વધુ મતો પડયાનું અનુમાન છે. આ મતદાન બપોરના ૩ વાગ્યા સુધી ચાલુ રહેશે.

રાજકોટ બાર એસો. વાર્ષિક અને આજીવન સભ્યો મળીને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ગાઈડલાઈન પ્રમાણે 'વન બાર વન વોટ'ના નિયમો મુજબ અંદાજીત ૩૨૦૦ ઉમેદવારો હોવાનું તેમજ સત્તાવાર આંકડા મુજબ ૩૦૮૬ મતદારો નોંધાયેલ હોવાનું જાણવા મળે છે.

બાર એસો.ની ચૂંટણીમાં અમિત ભગતના પ્રમુખ પદવાળી સમરસ પેનલ અને અર્જુન પટેલની જીનીયસ પેનલ વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો છે, જ્યારે પ્રમુખની જગ્યા ઉપર ઉપરોકત બન્ને ઉમેદવારો ઉપરાંત જીજ્ઞેશ એમ. જોષી પણ પ્રબળ દાવેદાર મનાય છે. આ ત્રણેય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામેલ હોય પ્રમુખ પદ કોણ જીતશે ? તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ત્રણેય ઉમેદવારો સક્ષમ ઉમેદવાર હોય પ્રમુખ પદના એક ઉમેદવાર માટે ક્રોસ વોટીંગની ચર્ચાએ છેલ્લા બે દિવસથી ભારે ચકચાર થઈ રહી છે.

દરમ્યાન આજે રાજકોટ બાર એસો.ની ચૂંટણી રાજકીય ક્ષેત્રે એક સંકળાયેલ અને એડવોકેટની ડીગ્રી ધરાવતા હોય તેવા વકીલોમાં અશોકભાઈ ડાંગર, જયેશભાઈ બોઘરા, જસવંતસિંહ ભટ્ટી, મનહરભાઈ બાબરીયા, અશોકસિંહ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ માવાણી, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, સૌ. યુનિ.ના પૂર્વ રજીસ્ટ્રાર કીરીટભાઈ પાઠક, રાજકોટના પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોષીપુરા તેમજ વર્તમાન પ્રમુખ બકુલભાઈ રાજાણી વિગેરેએ મતદાન કર્યુ હતું.

આજે યોજાયેલ ચૂંટણીમાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, તુષાર ગોકાણી, અંશ ભારદ્વાજ, અમૃતાબેન ભારદ્વાજ, માધવ દવે, જયદેવ શુકલ, અનિલ ગજેરા, જે. જે. ત્રિવેદી, રીપન ગોકાણી, ધીરૂભાઈ પીપળીયા, પ્રવિણભાઈ કોટેચા વિગેરેએ મતદાન કર્યુ હતું.

આ ઉપરાંત સીનીયર વકીલોમાં લલિતસિંહ શાહી, સી.એમ. દક્ષિણિ, બીપીન મહેતા તેમજ સરકારી વકીલમાં સંજયભાઈ વોરા, સમીર ખીરા, મહેશભાઈ જોષી, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, કમલેશ ડોડીયા, આબીદ ઓશન, તરૂણ માથુર, બિનલબેન રવેશીયા, સ્મિતાબેન અત્રી, પરાગ શાહ, અતુલ જોષી ઉપરાંત મુકેશભાઈ દેસાઈ, સંજયભાઈ વ્યાસ, મનિષ ખખ્ખર, પરેશભાઈ મારૂ, શાંતનુ સોનપાલ, મલ્હાર સોનપાલ, સુરેશ ફળદુ, અશ્વિન રામાણી, ધર્મેશ વકીલ, નયનભાઈ વ્યાસ, અનિલભાઈ દાસાણી, રાજેન્દ્રસિંહ ઝાલા સહિતના વકીલોએ મતદાન કર્યુ હતું.

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આજે સીનીયર-જૂનીયર વકીલોમાં લલિતસિંહ શાહી, પીયુશભાઈ શાહ, અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, જી.કે. ભટ્ટ, જયેશ જાની, ભગીરથસિંહ ડોડીયા, બળવંતસિંહ રાઠોડ, મહેન્દ્રભાઈ ફળદુ, જી.આર. રામાણી, કિશોરભાઈ સખીયા, નરેન્દ્રભાઈ બુસા, તુષાર બસલાણી, એન.ડી.ચાવડા, મનીષ ખખ્ખર, ચેતન આસોદરીયા, દિલીપભાઈ જોષી, હિમાંશુ શીશાંગીયા, જી.બી. ઠુમ્મર, પી.એમ. પટેલ, રાજકુમાર હેરમા, દીપેશ અંધારિયા, પરેશ ઠાકર, માધવ દવે, હેમંત ભટ્ટ, જીજ્ઞેશ સભાડ, કેતન દવે, સંજય બાવીશી, રૂપરાજસિંહ પરમાર, પી.એચ. કોટેચા, દિલીપ મીઠાણી, એન.જે. પટેલ, રાકેશ ગોસ્વામી, દિલેશ શાહ, વી.એચ. પટેલ, કેતન ગોસલીયા, અભય શાહ, યોગેશ રાજ્યગુરૂ, રવિ ગોગીયા, રવિ ત્રિવેદી, પરાગ વોરા, દિનેશ વારોતરીયા, હરેશ દવે, મધુભાઈ ખંધાર, અપૂર્વ મહેતા, હેમલ કામદાર, કિરીટ પાઠક, હેમંત ભટ્ટ, નરેશ દવે, જ્યોતિન્દ્ર મહેતા, નીરજ શાહ, પથિક દફતરી, જય ચૌધરી, પ્રજાપતિ ગીરીશભાઈ, જયપ્રકાશ ત્રિવેદી, સુનીલ મોઢા, બીપીનભાઈ મહેતા, જયેશ દોશી, સી.એમ. દક્ષિણી, અશ્વિન ગોસાઈ, તુલસીદાસ ગોંડલીયા, મૌલિક ફળદુ, અમિત વેકરીયા, દીપક મેહતા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલ વસાણી, નૈમિષ કોટેચા, મિહિર ત્રિવેદી, રાહુલ ે. પંડયા, રાજુભાઈ એન. મૈત્રા, હિતેન મેહતા, હિત શેઠ, મનીષ ભટ્ટ, તરૂણ કોઠારી વગેરેએ મતદાન કર્યુ હતું.

પ્રમુખ પદ માટે કુલ સાત વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પી.એચ. ભટ્ટ અને એન.એમ. માંકડીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી. જેથી હવે પાંચ ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટે રસાકસી ભરી ચૂંટણી થતા પ્રમુખ પદ માટે સમરસ પેનલના અમિત એસ. ભગત, જીનીયસ પેનલના અર્જુન એસ. પટેલ, જીજ્ઞેશ એમ. જોષી, નિલેષ આર. જોષી અને હરિસિંહ એમ. વાઘેલા વચ્ચે સ્પર્ધા થતા બાર એસો.ની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ઉપપ્રમુખ પદ માટે સિદ્ધરાજસિંહ જાડેજા અને બિમલ આર. જાની વચ્ચે સ્પર્ધા છે. સેક્રેટરીની જગ્યા માટે દિલીપ એસ. મેહતા અને પી.સી. વ્યાસ તેમજ જોઈન્ટ સેક્રેટરીની જગ્યા માટે દિવ્યેશ આર. મહેતા અને ધર્મેશ જી. સખીયા તેમજ ટ્રેઝરરની જગ્યા માટે ડી.બી. બગડા અને જીતેન્દ્ર પારેખ અને લાયબ્રેરી સેક્રેટરી માટે અજય કે. જોષી અને સુમિત ડી. વોરા વચ્ચે મુકાબલો છે.

આ ઉપરાંત કારોબારીની મહિલા અનામતની જગ્યા માટે ચેતનાબેન આર. કાછડીયા, હિરલબેન વી. જોષી અને અરૂણાબેન (અલ્કાબેન) એચ. પંડયા વચ્ચે ત્રિકોણીયો જંગ મંડાયો છે.

કારોબારીની ૯ જગ્યા માટે કુલ ૩૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં રમેશચંદ્ર ડી. આદ્રોજા, દિપક બારોટ, નૃપેન ભાવસાર, ખેરૂનબેન ભુવડ, રાજેશ બી. ચાવડા, અજય એમ. ચૌહાણ, રાકેશ એમ. ચૌહાણ, તુષાર એચ. દવે, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, સરજુદાસ દુધરેજીયા, સાગર હપાણી, મૌનિષ એમ. જોષી, રાજેન્દ્ર જોષી, વિક્રમ એમ. જોષી, અભય એચ. ખખ્ખર, રજનીક કુકડીયા, રણજીત મકવાણા, કલ્પેશ મૈયડ, કેતન વી. મંડ, ગૌરાંગ માંકડ, જગદીશ પડીયા, મનિષ પંડયા, નૈમિષ પટેલ, અજય પીપળીયા, મહેશ પુંધેરા, કિસન રાજાણી, વિવેક સાતા, વિજય સીતાપરા, કિશોરસિંહ વાઢેર, કિશન વાલ્યા અને રવિકુમાર એમ. વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે.

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલ અને જીનીયસ પેનલ વચ્ચે ભારે રસાકસી ભરી ચૂંટણી જંગ જામ્યો છે. ખાસ કરીને આ બન્ને પેનલના પ્રમુખ પદ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારો પણ પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહેલા હોય પ્રમુખ પદ માટે સમરસ પેનલના અમિત ભગત તેમજ જીનીયસ પેનલના અર્જુનભાઈ પટેલ ઉપરાંત સ્વતંત્રપણે ચૂંટણી લડી રહેલા જીજ્ઞેશ જોષી વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે.

આજે તા. ૧૭ ડીસેમ્બરે ચૂંટણી યોજાયેલ પ્રમુખ સહિતના મુખ્ય સાત હોદેદારો તેમજ કારોબારીની ૯ જગ્યા મળી કુલ ૧૬ જગ્યા માટે ૫૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

સમરસ પેનલ માટે આ વર્ષે અસ્તિત્વનો સવાલ છે તો જીનીયસ પેનલ પરિવર્તન માટે લડી રહી છે ત્યારે એકટીવ પેનલના જીજ્ઞેશ જોષી એકલવીર યોદ્ધા તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણેય ઉમેદવારો પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર મનાય છે ત્યારે ૭૦૦થી વધુ લઈ શકનાર ઉમેદવાર પ્રમુખ પદના હોદ્દા માટે જીત મેળવશે તેવી વકીલ આલમમાં ચકચાર થઈ રહી છે.

આજે બપોરના ત્રણ વાગ્યે મતદાન પુરૂ થયા બાદ બપોરે ૪ વાગ્યે મત ગણતરી શરૂ થશે અને રાત્રીના ૯ વાગ્યા બાદ પરિણામ જાહેર થશે તેવુ જાણવા મળે છે.

ચૂંટણી અધિકારી તરીકે મહર્ષિભાઈ પંડયા, અતુલભાઈ દવેની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:04 pm IST)