Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

મકાન વેરાના બાકીદારો પર રિકવરી સેલે ધોંસ બોલાવી : ૨૯ મિલ્કતો સીલ

કપીંજલ હાઇસ્કુલ પાસેથી ૧.૬૧ લાખ વસુલ, સનરાઇઝ સ્કુલના ૫.૬૧ લાખ વસુલાયા : વાવડીમાં શ્રીનાથજી હાઇડ્રોલીક સહિત ૬ કારખાનાઓનો કુલ ૧૫ લાખનો વેરો વસુલ : ત્રણેય ઝોનમાંથી ૮૦.૪૦ લાખની વેરા વસુલાત

રાજકોટ તા. ૧૭ : મ.ન.પા. દ્વારા મિલ્કત વેરાના બાકીદારો પાસેથી મિલ્કત વેરો વસુલવા માટે બનાવાયેલ ખાસ રિકવરી સેલ દ્વારા આજે તમામ ૧૮ વોર્ડમાં બાકીદારો પાસેથી વેરો વસુલવા માટે ધોંસ બોલાવી અને ૨૯ મિલ્કતો સીલ કરી સપાટો બોલાવ્યો હતો.

વોર્ડ નં. ૨ : ચૌધરી હાઇસ્કુલ પાસે 'કપીંજલ સ્કુલ'ના બાકી માંગણા સામે રૂ. ૧.૬૧ લાખ રીકવરી તથા  જાનગર રોડ પર આવેલ ૨ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૦,૦૦૦

વોર્ડ નં. ૩ : જંકશન મેઇન રોડ પર આવેલ ૩-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૨૦ લાખ

વોર્ડ નં. ૪ : મોરબી રોડ પર આવેલ મારૂતિનંદન પાર્ક માં ૨- કોમર્શીયલ યુનિટના ૪.૬૮ લાખ બાકી માંગણા સામે સીલ તથા મોરબી રોડ પર રીકવરી રૂ.૧.૪૦ લાખ

વોર્ડ નં. ૫ : જુના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ 'વિશ્વાસ વેજીટેબલ'ના બાકી માંગણા સામે રૂ. ૧.૧૨ લાખ રીકવરી તથા કુવાડવા રોડ પર આવેલ 'રામેશ્વર પ્રિન્ટ'ના બાકી માંગણા સામે રૂ. ૧.૦૦ લાખ રીકવરી.

વોર્ડ નં. ૭ : જીમ્મી ટાવરમાં ઓફીસ નં. ૬૦૭, ૬૦૮, ૬૨૮,૬૨૭ ને બાકી માંગણા સામે સીલ કરેલ છે. તથા જીમ્મી ટાવરમાં સાતમા માળે આવેલ ઓફિસ નં.૪,૫,૬,૭,૮,૯,૩૦,૩૧,૩૨ અને એમ કુલ ૧૦ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. તેમજ ગોંડલ રોડ પર આવેલ ૪ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૯૦

વોર્ડ નં. ૮ : પટેલ પાર્કમાં આવેલ 'સાધક ટેઈલર'ના બાકી માંગણા સામે રૂ. ૫૪ હજાર રીકવરી

વોર્ડ નં. ૯ : ચંદનપાર્ક વિસ્તારમાં આવેલ ૧-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૬૮ હજાર રીકવરી

વોર્ડ નં. ૧૨ : 'સહજાનંદ માર્બલ'ને બાકી માંગણા રૂ. ૪.૫૮ લાખની સામે સીલ કરેલ છે.  તથા સનરાઇઝ સ્કુલના બાકી માંગણા સામે રૂ. ૫.૬૧ લાખ રીકવરી તથા વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩ લાખ રીકવરી તથા વાવડી વિસ્તારમાં આવેલ ૪-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના રૂ.૮.૧૯ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. તેમજ વાવડી વિસ્તારમાં આવેલ 'શ્રીનાથજી હાઇડ્રોલીક' બાકી માંગણા સામે રૂ. ૨.૭૯ લાખ રીકવરી

વોર્ડ નં. ૧૩ : ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આર.કે. પ્લોટમાં રૂ. ૧૦.૪૬ લાખના બાકી માંગણા સામે ૩ યુનિટ સીલ કરેલ છે. તથા ચંદ્રેશનગર મેં. રોડ પર 'ઉમા એન્ટરપ્રાઇઝ'માં બાકી માંગણા સામે રૂ. ૧.૫૦ લાખ રીકવરી.

વોર્ડ નં. ૧૪ : 'મનસાતીર્થ એપાર્ટમેન્ટ'માં બાકી માંગણા રૂ. ૪.૨૬ લાખ સામે શોપ નં.ૅં- ૨૨ અને ૨૪ ને સીલ કરેલ છે. તથા ભકિતનગર સર્કલ પાસે આવેલ ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૯૦,૦૦૦/-

વોર્ડ નં. ૧૫ : રામનગર ઇન્ડ. એરીયામાં ૨-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૪.૫૦ લાખ રીકવરી તથા આજી ઇન્ડ. એરીયામાં 'ન્યુ ફિલીપ્સ મેન્યુફેકચરીંગ'ના બાકી માંગણા સામે રૂ. ૧.૨૨ લાખ રીકવરી તેમજ 'એકતા નેઇલ મશીન'ના બાકી માંગણા સામે રૂ. ૨.૮ લાખ રીકવરી

વોર્ડ નં. ૧૭ : હસનવાડી શેરી નં.૨ માં આવેલ 'ધર્મ હોલ'ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫ લાખ. તથા અટીકા ઇન્ડ. એરીયામાં આવેલ 'રંગોલી ફર્નિચર'ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૨૮ લાખ.

વોર્ડ નં. ૧૮ : વર્ધમાન ઇન્ડ. એરિયામાં આવેલ 'સદગુરૂ ફૂડ'ના બાકી માંગણા સામે રૂ. ૫.૬૨ લાખ રીકવરી તથા એમ.જી. મોટર્સના બાકી માંગણા

સામે રૂ. ૩.૬૨ લાખ રીકવરી તથા કિરણ ફર્નીચરના બાકી માંગણા સામે રૂ. ૧૦.૬૫ લાખ રીકવરી તેમજ ધ્વની ઇન્ડ. એરિયામાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫.૭૨ લાખ રીકવરી.

નોંધનિય છે કે, આજે સે.ઝોન દ્વારા ૧૯ મિલ્કતોને સીલ, તથા રીકવરી રૂ. ૧૯.૧૯ લાખ તથા વેસ્ટ ઝોન દ્વારા ૫ મિલ્કતોને સીલ તથા રીકવરી રૂ. ૨૧.૫૬ લાખ અને ઇસ્ટ ઝોન દ્વારા ૫ મિલ્કતોને સીલ તથા રીકવરી રૂ. ૩૯.૬૫ લાખ આ તમામ મળી આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૨૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૮૦.૪૦ લાખ રીકવરી કરેલ હતી.

આ કામગીરી આસી. મેનેજર મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા , સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:21 pm IST)