Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટ 'ઝૂ'માં પ્રાણીઓને કડકડતી ઠંડીમાં ગરમાવો

શીયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા પ્રાણી-પક્ષીઓ માટે લાકડાઓની આડશો, ગરમ માટલા, સુકા ઘાસની પથારી સહિતની વ્યવસ્થા કરતુ મ.ન.પા. તંત્ર

રાજકોટ,તા.૧૭: શહેરનાં પ્રધ્યુમન પાર્ક ઝૂ માં આ કડકડતી ઠંડીમાં રક્ષણ આપવા માટે મ.ન.પા.નાં તંત્ર વાહકોએ ખાસ વ્યવસ્થાઓ કરાઇ છે. તસ્વીરમાં દિપડા-સિંહ-વાઘ જેવા પ્રાણીઓ માટે લાકડાાઓની આડશો તથા સાપ વગેરે જેવા સરીસૃપ માટે ગરમ માટલા હરણ વગેરે માટે સુકા ઘાસ પથારી સહિતની વ્યવસ્થાઓ કરાઇ છે. ઝૂ માં કુલ પ૭ પ્રજાતીનાં ૪પ૬ જેટલા પશુ-પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જેના માટે શિયાળો, ઉનાળો અને ચોમાસુએ ઋતુઓ મુજબ રક્ષણની વ્યવસ્થા તંત્ર વાહકો દ્વારા કરવામાં આવી છે.

કયા પ્રાણીઓ-પક્ષીઓ માટ કઇ-કઇ વ્યવસ્થા

મનપા સંચાલીત પ્રાણીઉદ્યાન ખાતે સિંહ, વાદ્ય, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.

ચિત્ત્।લ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા દ્યાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા દ્યાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.

સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જયારે માર્શ મગર અને દ્યરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે.

નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી –દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે.

જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ દ્યાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું દ્યાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.

ખોરાકમાં વધ-ઘટ

 શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જયારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ દ્યાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ, વિગેરે સરિસૃપ  પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.

(3:21 pm IST)