Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષ વયના પુરુષની લાશ ગોલ્ડ કોઈન કારખાના પાસેના ખુલા પ્લોટ માંથી મળી આવી છે માહિતી આપનાર ને ઇનામ આપશે શાપર(વેરાવળ) પોલીસ ને જાણ કરવા અપિલ

રજકોટ :  મેળવેલ વીગત મુજબ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૧૨૧૧૫૬૧/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩ મુજબનો ગુન્હો તા.૧૭/૧૨/૨૦૨૧ નાં કલાક.૧૭/૧૫ વાગ્યે જાહેર થયેલ છે. આ ગુન્હાના કામે મરણજનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ વાળાની લાશ શાપર (વે.) ગંગા ફોર્જીંગ ગેઇટમાં ગોલ્ડ કોઇન કારખાના પાસેના ખુલ્લા પ્લોટમાંથી મળી આવેલ છે.

આ કામે મરણજનાર મધ્યમ બાંધનો અને આશરે ર૫ થી ૩૦ વર્ષની ઉંમરનો છે. તેણે શરીરે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા અંદરના ભાગે મરૂન કલરની 00/ 816 5૫401 લખેલ ચડ્ડી પહેરેલ છે. જમણા હાથના કાંડા ઉપર આછા ગુલાબી કલરનો દોરો બાંધેલ છે. મરણજનારના માથામાં કાળા ટુંકા વાળ છે. મરણજનારના પગના તળીયાની ચામડી બરચટ છે. શરીરે જોતા કોઇ નામ, ત્રાજવા કે અન્ય કોઇ ટેટુ ત્રોફાવેલ હોવાનું જણાતુ નથી. જે મરણજનારની ઓળખ થયેલ નથી. અને તેના વાલી વારસો મળી આવેલ નથી. જેથી મરણજનારની લાશને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે.

તેમજ આ ગુન્હો વણશોધાયેલ હોય જેથી આ ગુન્હો શોધી શકાય તેવી કોઇ માહિતી કોઇ પણ વ્યકિત જાણતા હોય તો તે માહિતી આપવા તેમજ મરણજનાર વ્યકિતને ઓળખી શકયા તેવી કોઇ માહિતી મળે અથવા મરણજનાર વ્યક્તિના વાલી વારસો બાબતે કોઈ જાણકારી હોય તો શાપર (વેરાવળ) પોલીસ સ્ટેટશન ફોન નંબર 02827 253600 અથવા ત.ક.અ. કે.એ.ગોહિલ પોલીસ સબ ઇન્સ. શાપર વેરાવળ મો.નં. ૮૩૪૭૧૩૧૩૧૩ ઉપર જાણ કરવા વિનંતી છે. અને માહિતી આપનાર વ્યકિતનું નામ સંપુર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી આપનારને યોગ્ય વળતર આપી સન્માનીત કરવામા આવશે.

(10:32 pm IST)