Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજકોટ બાગેશ્વરધામ સમિતિ અને ડો.પીપરીયા વચ્‍ચે લંબાણ મંત્રણાના પગલે વિવાદોનું સમાપન

રાજકોટ, તા. ૧૮ : આગામી ૧-૨ જૂનના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્‍દ્ર શાષાીનો રાજકોટ ખાતે દિવ્‍ય દરબાર યોજાયો છે. ત્‍યારે આરસીસી બેન્‍કના સીઈઓ અને કાયદેઆઝમ તરીકે અપાર લોકપ્રિયતા ધરાવતા ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ફેસબુક ઉપર પોતાના આ અંગે મંતવ્‍યો દર્શાવતી, અંધશ્રદ્ધા અંગેની પોસ્‍ટ મૂકેલ જેના પગલે મિડીયામાં ભારે વિવાદ - વંટોળ સર્જાયો હતો.

દરમિયાન શુભ નિષ્‍ઠા સાથે ડો.પુરૂષોત્તમ પીપરીયા અને બાગેશ્વરધામ સેવા સમિતિ - રાજકોટના શ્રી યોગીનભાઈ છનીયારા અને ડો.ભરતભાઈ દોશી વચ્‍ચે લંબાણ મંત્રણા થઈ હતી. બંને પક્ષે ચર્ચા - વિચારણાના અંતે સહમતી સધાયેલ અને વિવાદોનો અંત આવેલ. સમિતિના સભ્‍યો અને ડો.પીપરીયા અકિલા કાર્યાલયે આવ્‍યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા આજે જાહેર થયેલ જાહેર નિવેદન અક્ષરસઃ આ મુજબ છે.

‘‘રાજકોટના ડો.પુરૂષોત્તમ પીપરીયા પોતે સનાતન ધર્મના ચુસ્‍ત હિમાયતી છે. ચુસ્‍ત સનાતની છે અને ભગવાન શિવજીનું મંદિર રાજકોટમાં સંપૂર્ણ સ્‍વખર્ચે બાંધેલ છે. બાગેશ્વરધામના પંડિત ધીરેન્‍દ્ર શાષાી રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે અંધશ્રદ્ધાને આવરી લઈ તેમણે ફેસબુક ઉપર પોતાના મંતવ્‍યો મૂકયા હતા જેની વિવિધ મિડીયામાં ખૂબ ચર્ચા થઈ.

આ બાબતે રાજકોટ મુકામે બાગેશ્વર બાબા પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાીના દિવ્‍ય દરબારનું આયોજન કરનાર આયોજક કમીટી તરફથી અમે ડો. પીપરીયા ચુસ્‍ત સનાતની છે. તે બાબતને હૃદયથી આવકારીએ છીએ. અંધશ્રદ્ધા અંગેનો જે મુદ્દો ડો. પીપરીયાએ ઉઠાવ્‍યો છે તે અંગે પંડિત ધીરેન્‍દ્ર શાષાી (બાગેશ્વર ધામ સરકાર)નું બાગેશ્વર ધામ સરકારના મુખ્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, સંયોજકોનું ધ્‍યાન દોર્યુ છે.

આથી અમો આ ૧-૨ જૂનના કાર્યક્રમની આયોજક સમિતિના સભ્‍યો, હોદ્દેદારો ડો. પુરૂષોત્તમ પીપરીયાને આ મુદ્દો ટ્રસ્‍ટના, આયોજકોના સક્રિય વિચારણા હેઠળ હોઈ, હવે આ પ્રશ્ન અહિં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. ડો. પીપરીયા પણ આ બાબતથી સંતુષ્‍ટ છે અને હાલ તુર્ત કોઈ નિવેદન કરતા નથી તેવું જાહેર કરેલ છે.''

દરમિયાન ડો.પુરૂષોત્તમ પીપરીયાએ આજે મૂકેલ ફેસબુક પોસ્‍ટમાં જણાવ્‍યુ છે કે અકિલાના મોભી અને મારા આધ્‍યાત્‍મિક ગુરૂ પૂ.કિરીટભાઈ ગણાત્રાની સકારાત્‍મક મધ્‍યસ્‍થી દ્વારા બાગેશ્વરધામ સેવા સમિતિના કર્તાહર્તા સમાહર્તા યોગીનભાઈ છનીયારા ભરતભાઈ દોશી સાથે ખુલ્લા મને ચર્ચા કરી નિર્દીષ્‍ટ બાબતે બંને પક્ષકારોએ પૂ.કિરીટભાઈના સકારાત્‍મક અભિગમને સ્‍વીકારીને સનાતન ધર્મના હિતમાં બંને પક્ષકારો દ્વારા વિવાદ ઉકેલવામાં આવ્‍યો છે.(

(3:26 pm IST)