Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગોંડલ અને રાજકોટ ITI માં સોમવારથી સમર સ્‍કીલ વર્કશોપ : વિનામુલ્‍યે તાલીમ

રાજકોટ તા. ૧૯ : ઉનાળુ વેકેશન ધ્‍યાને લઇ કોઇપણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ વોકેશનલ એજયુકેશનની વિનામુલ્‍યે તાલીમ મેળવે તેવા ઉમદા હેતુથી ગોંડલ અને રાજકોટ આઇટીઆઇ દ્વારા ‘સમર સ્‍કિલ વર્કશોપ ૨૦૨૩' નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આઇ.ટી.આઇ.ના પ્રિન્‍સિપાલશ્રીઓએ જણાવ્‍યુ હતુ કે આગામી તા. ૨૨ ના સોમવારથી આ બન્ને આઇ.ટી.આઇ.માં આ તાલીમ વર્કશોપનો આરંભ થઇ રહ્યો છે. જે તા. ૨૬ મી સુધી ચાલશે. કુલ ૧૦ કલાકની તાલીમ હોય છે. જે ઉમેદવારો એડજસ્‍ટ કરે એ રીતે બે કે પાંચ કલાકની  અનુકુળ શીફટ ગોઠવી અપાય છે.

આમ તો રાજયમાં ૨૮૮ જેટલી આઇટીઆઇ આવેલી છે અને દરેક આઇટીઆઇમાં આ રીતના તાલીમ વર્કશોપના આયોજનો થાય છે.

આવા વર્કશોપમાં વેકેશનલ એજયુકેશન અપાય છે. જેથી આગામી સમયમાં કોઇએ આઇટીઆઇ જોઇન્‍ટ કરવુ હોય તો કયા પ્રકારના સેકટરમાં તેમને અનુકુળતા આવશે તેની માહીતી મળી શકે છે. જેમ કે કોમ્‍પ્‍યુટર, ઇલેકટ્રોનિક, ઇલેકટ્રીક, મિકેનીકલ, ઓટો મોબાઇલ, સીવીલ સેકટરને લગતી જાણકારી અપાય છે.

ધો.૮ અને તેની ઉપરના કોઇપણ ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ભાઇ બહેનો તેમજ અભ્‍યાસ છોડી દીધેલા લોકો પણ આ વર્કશોપમાં ભાગ લઇ શકે છે.

તા. ૨૨ થી ૨૬ પ્રથમ બેચ અને તા. ૨૯ થી ર જુન બીજી બેચમાં પ્રવેશ અપાશે.

કોઇપણ જાતની ફી વગર આ સમર સ્‍કિલ વર્કશોપમાં જોડાવા ઇચ્‍છુકો ગોંડલ આઇ.ટી.આઇ. (ફોન ૦૨૮૨૫ ૨૪૦૩૨૨) અથવા રાજકોટ આઇટીઆઇ આજીડેમ (ફોન ૦૨૮૧ ૨૩૮૭૩૬૬) ઁખાતે સંપર્ક કરી શકે છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગોંડલ આઇ.ટી.આઇ.ના પ્રિન્‍સિપાલ આર.એસ.ત્રિવેદી (મો.૯૪૨૭૨ ૧૩૪૫૨), રાજકોટ આજીડેમ આઇ.ટી.આઇ.ના પ્રિન્‍સિપાલ એસ. સી. રાડીયા, આઇ.ટી.આઇ. પ્‍લેસમેન્‍ટ એડવાઇઝર અશ્વિનભાઇ ત્રિવેદી, આઇ.ટી.આઇ. ફોરમેન ઇન્‍સ્‍ટ્રકટર બી. એન. ભારદીયા નજરે પડે છે.

(11:46 am IST)