Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

દારૂના કેસમાં ધરપકડથી બચવા આરોપી દ્વારા થયેલ આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૯: દારૂના કેસમાં પ્રતિક ચંદારાણાની આગોતરા જામીન ઉપર મુકત થવાની અરજી સેસન્‍સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનને ખાનગી રાહે બાતમી મળેલ કે, હાલના અરજદાર આરોપીના પિતા દિલીપભાઇ કરશનદાસ ચંદારાણા દ્વારા જુના માર્કેટીંગ યાર્ડ બકાલા વિભાગ મોમાઇ હોટેલ સામે જાહેરમાં ટીવીએસ જયુપીટર મોરટ સાઇકલ તથા એકસેસ મોટર સાઇકલની ડેકીમાં ઠંડા પીણાની પ્‍લાસ્‍ટીકની ર૦૦ એમ.એલ. બોટલમાં ઇંગ્‍લીશ દારૂ ભરી તેનું વેચાણ કરે છે આમ રેડ દરમ્‍યાન દિલિપભાઇ કરશનદાસ ચંદારાણાના કબજાના મોટર સાઇકલની ડેકીમાંની ઇંગ્‍લીશ દારૂની આઠ બોટલ મળી આવેલ જેથી દિલિપભાઇની અટક કરી પુછપરછ કરતા સદર જથ્‍થો તેના પુત્ર પ્રતિક ચંદારાણા બહારથી લાવી વેચાણ અર્થે પહોંચાડતા હોવાની હકીકતો ખુલવા પામેલ. આમ અરજદાર આરોપી પ્રતિકભાઇ દિલીપભાઇ ચંદારાણાનું ઉપરોકત ગુન્‍હામાં નામ ખુલતા તેઓ તે નાસી ગયેલ અને પોલીસ ધરપકડથી બચવા હાલની આ આગોતરા જામીન ઉપર મુકત કરવા અરજી કરેલ હતી.

સરકારપક્ષે એ.પી.પી. એ. એસ. ગોગિયાએ આગોતરા અરજીનો વિરોધ કરતા દલીલો કરેલ કે, બનાવનું સ્‍વરૂપ જોતા ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીની કસ્‍ટોડીયલ ઇન્‍ટ્રોગેશન જરૂરી હોય જો આરોપીને આગોતરા જામીન મુકત કરવામાં આવે તો ગુન્‍હાની અસરકારક તપાસ થઇ શકે નહીં. જેથી આગોતરા અરજી રદ કરવા ભારપૂર્વક દલીલો કરેલ હતી. જે ધ્‍યાને લઇને તેમજ પોલીસસ અમલદાર દ્વારા રજુ થયેલ સોગંદનામું તથા સરકારપક્ષે થયેલ દલીલોથી એડીશનલ સેશન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે સહમત થતા અરજદારની આગોતરા અરજી નામંજુર કરતો હુકમ કરેલ હતો. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયાએ દલીલો કરેલ હતી.

(3:05 pm IST)