Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભરઉનાળે પાણીકાપ : શનિ - રવિ ૬ વોર્ડના અડધા વિસ્‍તારો રહેશે તરસ્‍યા

શનિવારે વોર્ડ નં. ૧૧, ૧૨, ૧૩ના અડધા વિસ્‍તારો તથા તા. ૨૧ રવિવારે વોર્ડ નં. ૧૭, ૧૪ તથા ૧૭ (પાર્ટ)ના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે : મનપા તંત્રની સત્તાવાર જાહેરાત

ᅠરાજકોટ તા. ૧૯ : ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રેપેરિંગ કરવાની કામગીરી સબબ આવતીકાલે તા.૨૦ના શનિવારે વોર્ડ નં. ૧૩ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ, વોર્ડ નં.૧૨ પાર્ટ તથા તા. ૨૧ના રવિવારે વોર્ડ નં.૭ પાર્ટ, વોર્ડ નં. ૧૪ પાર્ટ, વોર્ડ નં. ૧૭ પાર્ટના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મનપા તંત્રના વોટર વર્કસ શાખાએ સતાવાર જાહેરાત કરી છે.ᅠ

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપ લાઇનમાં લીકેજ હોય પાઇપલાઇન રીપેરિંગ કરવાની કામગીરી સબબ તા.૨૦ના શનિવારનાં રોજ ગુરૂકુળ હેડ વર્કસહેઠળ આવતા વિસ્‍તારોમાં ગોડલ રોડના (વોર્ડ નં.૧૩ પાર્ટ ) અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા (વોર્ડ નં.૧૧ પાર્ટ, ૧૨ પાર્ટ) તથા તા.૨૧ રવીવારના રોજ ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા ઢેબર રોડના (વોર્ડ નં.૭ પાર્ટ,૧૪ પાર્ટ,૧૭ પાર્ટ) વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

(3:14 pm IST)