Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સાધુ વાસવાણી રોડ પર બે મિત્રો પર જુના મિત્ર નદીમ સહિત બેનો છરીથી હુમલો

પંજાબી ચાઇનીઝ જમીને નીકળ્‍યા ત્‍યારે આંતરીને ૫ હજારની લેતી દેતી મામલે ડખ્‍ખો કરાયોઃ રાજ વાસજાળીયા અને અમનને ઇજાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: સાધુ વાસવાણી રોડ પર શ્‍યામલ કોમ્‍પલેક્ષ સામે ચાઇનીઝ પંજાબીની લારીએ જમવા ગયેલા બે મિત્રો જમીને નીકળતા હતાં ત્‍યારે તેના જ જુના મિત્ર સહિત બે શખ્‍સે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો કરી છરીથી હુમલો કરી બંનેને ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી.

યુનિવર્સિટી પોલીસે આ મામલે નવા ૧૫૦ રીંગ રોડ પર વાજડીગઢ ગામે રહેતાં રાજ હસમુખભાઇ વાંસજાળીયા (ઉ.૧૯)ની ફરિયાદ પરથી નદીમ સંધી અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. રાજના કહેવા મુજબ પોતે હાલ કંઇ કામ ધંધો કરતો નથી. નદીમ સંધી સાથે તેને અગાઉ મૈત્રી હતી. પણ ઘણા સમયથી પૈસાની લેતીદેતી મામલે મનદુઃખ ચાલે છે. પોતે અને મિત્ર અમન સાધુ વાસવાણી રોડ પર સાંજે સાડા આઠેક વાગ્‍યે ચાઇનીઝ પંજાબીનલ લારીએ જમીને નીકળ્‍યા ત્‍યારે નદીમ અને અજાણ્‍યો બાઇક લઇને આવ્‍યા હતાં અને બંને મિત્રોને ઉભા રાખી પોતાને અગાઉના ૫૦૦૦ લેવાના છે તે આપી દેવાનું કહેતાં રાજે હાલમાં પોતાને કોઇ પૈસા આપવાના થતાં નથી તેમ કહેતાં નદીમ સીહતે છરીથી હુમલો કરતાં અને ઢીકાપાટુનો માર મારતાં બંને મિત્રોને ઇજા થઇ હતી. રાજને હાથ, પેટ, શરીરે ઇજાઓ થઇ હોઇ મિત્રએ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયો હતો. હેડકોન્‍સ. બી. જે. ખેરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)