Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજકોટની ૧૫૦ અને જિલ્લાની ૩૦૦ ખાનગી શાળાઓએ ફી વધારો માંગ્‍યો

સૌરાષ્‍ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિ સમક્ષ ફી વધારાની દરખાસ્‍ત રજૂ

રાજકોટ તા. ૧૯ : નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે રાજકોટ શહેર - જિલ્લાની ૩૦૦થી વધુ શાળાઓએ તોતીંગ ફી વધારો માંગ્‍યો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની પ્રથમ હરોળની ૧૭ શાળા સહિત કુલ ૧૫૦થી વધુ શાળાઓએ ૧૦ થી ૨૫ ટકાનો ફી વધારો માંગ્‍યો છે. રાજકોટ શહેરની ૧૫૦ જેટલી શાળાઓએ ફી વધારો માંગ્‍યો છે. જ્‍યારે ગ્રામ્‍ય અને જિલ્લામાં ૩૦૦ જેટલી શાળાઓએ ફી વધારો માગ્‍યો છે.

રાજકોટ શહેર - જિલ્લાની ખાનગી શાળાઓએ ફી વધારાની દરખાસ્‍ત સૌરાષ્‍ટ્ર ઝોન ફી નિર્ધારણ સમિતિ સમક્ષ કરી છે. આવનારા દિવસોમાં ફીનું નવુ માળખુ જાહેર થનાર હોવાનું જાણવા મળે છે.

(5:17 pm IST)