Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

લાફીંગ કલબ દ્વારા સ્‍થાપના દિનની ઉજવણી

 ન્‍યુ બાલ મુકુંદ લાફીંગ કલબ દ્વારા ૧૪મા સ્‍થાપના દિનની ઉજવણી બાલમુકુંદ ગાર્ડનમાં કરવામાં આવેલ  છે. આ પ્રસંગે રાજકોટ ડીસ્‍ટ્રીકટ લેવલ લાફીંગ કલબ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદ વોરા, અતિથિ વિશેષ તરીકે હાજર હતા તેમજ લાફીંગ કલબ વિશે વિસ્‍તૃત માહીતી આપી હતી. કલબના સભ્‍ય પૂજારાભાઇનો પ૪મી મેરેજ એનિવર્સરીનું પણ સેલિબ્રેશન કરેલ હતું. તેમનું બહુમાન અરવિંદ વોરા તથા પ્રતાપભાઇ જાની દ્વારા ફૂલહારથી કરવામાં આવેલ. કાર્યક્રમની સંચાલન જનરલ સેક્રેટરી કન્‍વીનર જાનીભાઇએ કરેલ હતું.

(4:30 pm IST)